કેરળમાં ૧૮–૨૯ વર્ષની વયના યુવા મતદારોનો હિસ્સો, ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં તેના કુલ મતદારોના ૧૮ ટકાથી થોડો વધારે હતો, જે તમામ રાયોકેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી ઓછો હતો. જોકે, દક્ષિણ રાયમાં ૬૦–૭૯ વર્ષની વય જૂથમાં મતદારોનો હિસ્સો ૨૦.૫ ટકા હતો. આ આંકડા બુધવારે ચૂંટણી પચં દ્રારા જાહેર કરાયેલ લોકસભા ૨૦૨૪ ની સામાન્ય ચૂંટણીઓના ડેટાનો ભાગ છે. ૨૦ મે, ૨૦૨૪ ના રોજ રાષ્ટ્ર્રીય મતદારોમાં ૧૮–૨૯ વય જૂથના મતદારો ૨૨.૮ ટકા હતા, યારે ૬૦–૭૯ વર્ષની વય જૂથના મતદારોનો હિસ્સો ૧૪.૭ ટકા હતો.
મોટા રાયોમાં, આસામમાં ૧૮–૨૯ વર્ષના વર્ગમાં મતદારોની ટકાવારી સૌથી વધુ હતી, લગભગ ૩૦ ટકા, યારે ઝારખડં ૨૮.૪ ટકા સાથે ૨૦ મે, ૨૦૨૪ ના રોજ બીજા ક્રમે હતું. દિલ્હીના મતદારોમાં ૩૦ થી ૫૯ વર્ષની વયના મતદારોનો હિસ્સો સૌથી વધુ હતો, લગભગ ૬૬ ટકા, જે રાષ્ટ્ર્રીય સરેરાશ ૬૦.૬ ટકા કરતા ઘણો વધારે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્રારા ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ સાથે રજૂ કરાયેલા ડેટા મુજબ, ગયા વર્ષે મતદાન થયેલા ૫૪૨ લોકસભા મતવિસ્તારોમાંથી ૩૧૦ એટલે કે ૫૭% (સુરતને બાદ કરતાં યાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા) એક લાખથી વધુ મતોનું વિજયી માર્જિન ધરાવતા હતા, યારે ફકત ૩૯ મતવિસ્તારોમાં ૨૦,૦૦૦ થી ઓછા મતોનું માર્જિન હતું. મહારાષ્ટ્ર્રમાં મુંબઈ ઉત્તર પશ્ચિમ અને કેરળમાં અટ્ટીંગલ એમ બે સંસદીય મતવિસ્તારોમાં ૧,૦૦૦ થી ઓછા મતોનું માર્જિન હતું, યારે ૧૮ મતવિસ્તારોમાં વિજેતા બીજા સ્થાન પર પાંચ લાખથી વધુ મતોથી આગળ હતો. તમિલનાડુમાં, કુલ ૩૯ બેઠકોમાંથી ૩૩ બેઠકો પર માર્જિન એક લાખથી વધુ હતું. જોકે નોટા વિકલ્પનો વોટશેર ૨૦૧૯ માં ૧.૦૬% અને ૨૦૧૪ માં ૧.૦૮% થી ઘટીને ૦.૯૯% થયો, બિહારમાં નોટા વોટની ટકાવારી ૨% થી વધુ હતી, જે રાષ્ટ્ર્રીય સરેરાશ કરતા બમણી હતી, યારે નાગાલેન્ડમાં ૦.૨% સાથે સૌથી ઓછા નોટા વોટ મળ્યા હતા. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૩૯,૦૭૫ થી વધીને ૪૮,૨૭૨ થયા હોવા છતાં, ત્રીજા જાતિના મતદારોમાં મતદાન ૨૭.૧% ની નીચી રહી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech