રાવકી પાસે ગેસની લાઇન લીકેજ થતાં ફાયરની ટીમે પહોંચી વાલ્વ બધં કર્યેા

  • June 10, 2024 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ભાગોળે રાવકી ગામ પાસે તરવડા જવાના રસ્તે આજરોજ સવારના સુમારે જીએસપીસીની ગેસની લાઇન લીકેજ થઇ ગેસ બહાર નિકળવા લાગ્યો હોવાની રાહદારીએ જાણ કરતા ફાયરની ટીમ તાકીદે અહીં પહોંચી હતી.અહીં આવી ગેસની મેઇન લાઇનનો વાલ્વ બધં કરી મોટી દુર્ઘટના બનતા સહેજમાં અટકી હતી.અહીં રોડનું કામ ચાલતું હોય દરમિયાન કોઇ મોટુ વાહન પસાર થતા લાઇન તુટી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણવા મળતી વિગતો મુબજ, આજરોજ સવારના ૯:૦૫ કલાકે રાજકોટ ફાયર બ્રિગેડને રાહદારી ઘનશ્યામભાઈ નામના વ્યકિતએ કોલ કર્યેા હતો અને જણાવ્યું હતું કે, રાવકી ગામ પાસે તરવડા જવાના રસ્તે ગેસની લાઈન તૂટી જતા ગેસ બહાર નીકળવાનું ચાલુ હોય અને મોટી જાનહાની થાય તેમ છે. આ કોલ મળતા મવડી ફાયર સ્ટેશન ટીમ ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

ઘટના સ્થળે જઇ જોતા જીએસપીસી ગેસની લાઈન તૂટેલ હોઈ જે રોડનું કામ ચાલુ હોવાથી કોઈ અજાણ્યા વાહન દ્રારા જી.એસ.પી.સી.ની લાઈન તોડી જતા રહેલ હોય જેથી જી.એસ.પી.સી. ગેસની વાસ રાવકિ ગામ સુધી આવતી હતી. જેથી તાત્કાલિક ગ્રામજનોને પૂછી જીએસપીસી ગેસની લાઈનો ઉપરથી આવતો વાલ તાત્કાલિક બધં કરી દીધો હતો. તેમજ જી.એસ.પી.સી.ના સંબંધિત અધિકારીને પણ આ ઘટના અંગે જાણ કરી હતી.જેથી ટીમ લીડર સંજયભાઇ પટેલ પણ તાત્કાલિક બનાવસ્થળે પહોંચી ગયા હતાં.સદનસીબે કોઇ જાનહાની થવા પામી હતી.આ કામગીરીમાં ફાયર વિભાગના લીડિંગફાયરમેન પરેશભાઈ ચૂડાસમા,ફાયર ઓપરેટર અનિલભાઈ કે. સોલંકી,ફાયર ઓપરેટર પ્રકાશભાઈ રાઠોડ,ડ્રાઈવર પ્રફુલભાઈ લખતરિયા સાથે રહ્યા હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News