ઠંડી વધવાની સાથે જ ઓળાના રીંગણાની વધી માંગ

  • November 27, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિયાળો ધીમે ધીમે જમાવટ કરી રહ્યો છે ત્યારે ઓળાના રીંગણાની માંગ વધી છે.સૌરાષ્ટ્રમાં ઓળો અને રોટલો શિયાળાનું પ્રિય અને ખાસ ખાણું ગણાય છે.લોકો મોટા ભાગે ઘરે ઓળો બનાવે છે.અનેક ઢાબા,હોટલોમાં પણ ઓળો બનાવવામાં આવે છે. ઓળો કરવા માટેના મોટા રીંગણાં હાલ  પ્રતિ કિલો રૂપિયા ૬૦ થી ૮૦  ના ભાવે વેચાણ થઈ રહ્યુંગત વર્ષ ૪૦ થી ૫૦ રૂપિયા કિલોનો ભાવ હતો.ઓળામાં રીંગણાં ઉપરાંત મુખ્ય સામગ્રીમાં લીલું લસણ અને લીલી ડુંગળી છે.લીલું લસણ ૩૦૦ થી ૪૦૦ રૂપિયાનું કિલો વેચાઈ રહયું છે. ગત વર્ષ ૨૦૦ થી ૩૦૦ ભાવ હતો.લીલી ડુંગળી ૨૦ રૂપિયાથી લઈ ૪૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ છે. હાલ શિયાળાની સીઝન શરૂ થતાં લીલી ડુંગળી સસ્તી થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application