સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં તારીખ ૧૭ થી દિવાળી નું વેકેશન પૂં થઈ રહ્યું છે. વેકેશન પૂં થયાના એક દિવસ પછી એટલે કે તારીખ ૧૯ થી કોલેજોમાં પરીક્ષા શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્રારા કરવામાં આવી છે.
પેપર લીક થતા રોકવા માટે અને ટેકસી મારફત પેપર મોકલવામાં થતો ખર્ચ અને સમયની બરબાદી અટકાવવા માટે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એ છેલ્લા કેટલાક સમયથી કવીક પેપર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (કયુપીડીએસ) અમલમાં મૂકી છે. આ સિસ્ટમ મુજબ પરીક્ષા શ થવાના અડધો કલાક અગાઉ જે તે કોલેજને ઓનલાઈન પેપર મોકલવામાં આવે છે અને તે ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી પરીક્ષાર્થીઓને આપવાના હોય છે. આવા પેપર ડાઉનલોડ કરવાથી માંડી વિતરણ સુધીની સમગ્ર પ્રક્રિયાનું વિડીયોગ્રાફી કરવાનો આદેશ પણ યુનિવર્સિટી દ્રારા આપવામાં આવ્યો છે.
આર્ટસ સાયન્સ કોમર્સ લો સહિત નવ ફેકલ્ટીની પરીક્ષાઓ તારીખ ૧૯ થી શ થઈ રહી છે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ સ્નાતક કક્ષાએ સેમેસ્ટર પાંચ અને અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર ત્રણની પરીક્ષાઓ આગામી તારીખ ૧૯ થી શ થઈ રહી છે. ઓછામાં ઓછા ત્રણ દિવસ અને વધુમાં વધુ આઠ દિવસ સુધી પરીક્ષાઓ ચાલશે. પરીક્ષાનો સમય અઢી કલાકનો રાખવામાં આવ્યો છે. પરીક્ષામાં ચોરી અને ગેરરીતી ટકાવવા માટે સ્થાનિક કક્ષાએ કંટ્રોલમ અને સાથોસાથ ચેકિંગ ટીમ પણ મોકલવામાં આવશે.
આટર્સ, મેનેજમેન્ટ સાયન્સ હોમ સાયન્સ રલ સ્ટડીઝ પરફોમિગ આર્ટસ એયુકેશન સહિતની જુદી જુદી ફેકલ્ટીઓની આ પરીક્ષાને લઈને સંબંધિત કોલેજના સત્તાવાળાઓને યુનિવર્સિટી તરફથી પરિપત્ર મોકલીને પરીક્ષાના સમયગાળા દરમિયાન કોલેજમાં કોઈ પ્રકારની અન્ય પ્રવૃત્તિ ન કરવા અને પરીક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સૂચના આપવામાં આવી છે.
યુનિવર્સિટીમાં એક તરફ સેમેસ્ટર એકમાં એડમિશન આપવાની પ્રક્રિયા હજુ પુરી થઈ નથી. ગઈકાલથી ત્રણ દિવસ માટે પોર્ટલ ફરી ખોલીને ઓફલાઈન અપાયેલા એડમિશન રજીસ્ટર કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામ પૂં થયા પછી એનરોલમેન્ટ અને એનલિસ્ટમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવશે. સ્થાનિક કક્ષાએ આ કામગીરી પૂરી થયા પછી ફાઇનલ લિસ્ટ ગાંધીનગર મોકલવામાં આવશે અને ત્યાંથી મંજૂરી મળ્યા પછી સેમેસ્ટર એકના વિધાર્થીઓની પરીક્ષા માટે આયોજન કરવામાં આવશે. અત્યારે તો સેમેસ્ટર એકના તમામ વિધાર્થીઓને સેમેસ્ટર ૨ માં ભણાવવામાં આવશે. ઓફલાઈન એડમિશન લઈને પ્રવેશ કન્ફર્મ કરનાર વિધાર્થીને તો સીધા જ સેમેસ્ટર બે માં ભણવાનો વારો આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech