પોરબંદરને પ્રવાસનધામ તરીકે વિકસાવવા માટે અને દરિયાકિનારા નજીક નવા નવા પ્રવાસનસ્થળો બનાવવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ બની છે ત્યારે પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી પોરબંદર મહાનગરપાલિકામાં ભેળવી દેવાયેલ રતનપરની હદમાં ૨૦૦ વર્ષ કરતા જુની પથ્થરની પડતરખાણો આવેલી છે જે દીવની નાયડા ગુફાઓને ટકકર મારે તેવી છે તેથી તેને વિકસાવવા માટે અધિકારીઓ અને પદાધિકારીઓએ નિર્ણય લીધો છે અને તે અંતર્ગત તેની સ્થળ મુલાકાત પણ લેવામાં આવી હતી અને આ મુદ્ો હાઇલાઇટ થતા જ માત્ર પોરબંદરથી જ નહીં, અન્ય શહેરોમાંથી પ્રિ-વેડીંગ કરવા માટે યુગલો અહીં આવવા લાગ્યા છે તેથી આ સ્થળનો વહેલીતકે વિકાસ થાય તે ઇચ્છનીય છે.
રાજ્ય સરકાર દ્વારા બીચ ટુરીઝમના વિકાસ માટે હકારાત્મક અભિગમ દાખવીને પોરબંદર જિલ્લાને દરિયાકાંઠા નજીક અનેક નવા પ્રવાસનધામોની ભેટ મળવા જઇ રહી છે જેમાં પોરબંદરથી માત્ર ચાર કિ.મી.ના અંતરે આવેલ રતનપર ગામના દરિયા કિનારાની સામે બસ સ્ટોપની પાછળ અંદાજે બારથી પંદર જેટલી ૨૦૦ કરતા વધુ વર્ષ જુની પથ્થરની પડતર ખાણો આવેલી છે. રતનપરના પૂર્વ સરપંચ અને ભાજપના યુવા આગેવાન ભીમભાઇ ઓડેદરાએ ભૂતકાળમાં અગાઉ વારંવાર સરકારનું ધ્યાન દોરીને આ ખાણોને પ્રવાસનસ્થળ તરીકે વિકસાવવા માંગ કરી હતી. તે અનુસંધાને તાજેતરમાં જ અધિકારીઓ અને પદાધિકારીઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી. આ ખાણોની અંદરથી ઝાડી ઝાંખરા સહિત કચરાની સફાઇ કરાવી નાખવામાં આવી હતી. ગામના અગ્રણી ભીમભાઇ ઓડેદરાએ જણાવ્યુ હતુ કે બે સૈકા કે તેથી પણ જુની ગણાવી શકાય તેવી આ ખાણો એકબીજા સાથે જોડાયેલી છે તેથી એકમાંથી બીજીમાં એ રીતે તમામ ખાણોમાં જઇ શકાય છે અને પોરબંદર-માધવપુર હાઇવેથી તદ્ન નજીક આવેલ હોવાથી આ ગુફાના વિકાસ માટે વહેલીતકે કાર્યવાહી કરવી જોઇએ.આ સ્થળને પ્રવાસન ક્ષેત્રે વિકસાવી શકાય તેમ છે તેથી અહીંયા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથોસાથ પ્રવાસનક્ષેત્રે લોકોને આકર્ષવા માટેની કેવા પ્રકારની સુવિધાઓ વધારવી તે અંગે ચર્ચાઓ સ્થળ મુલાકાત લઇને કરવામાં આવી હતી. દીવની નાયડા ગુફાઓને પણ ટકકર મારે તેવી આ ગુફાઓ છે. તેથી એક ગુફામાંથી બીજી ગુફામાં જઇ શકાય તેવુ છે. જે રીતે દીવની નાયડા ગુફામાં લાઇટીંગ સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે એ જ રીતે અહીંયાપણ એ પ્રકારની સગવડો ઉભી કરવામાં આવે તો પ્રવાસીઓને ફોટોગ્રાફી, સેલ્ફી લઇ શકે ઉપરાંત અત્યંત માનસિક શાંતિ મળે તે પ્રકારનું વાતાવરણ પણ ઉપલબ્ધ હોવાથી ખૂબ સારી રીતે આ ગુફાઓને વિકસાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યુ હતુ. તેથી આ મુદ્ો હાઇલાઇટ થતા જ અન્ય શહેરોમાંથી પ્રિ-વેડીંગ કરવા માટે યુગલો આવી રહ્યા છે. તાજેતરમાં જ જેતપુરના યુગલનું પ્રિ-વેડીંગ શુટ અહીં થયુ હતુ. ત્યારે તેને આ સ્થળ બતાવનાર વિડીયોગ્રાફર અને બોટલ આર્ટિસ્ટ દેવાંગ વાઢિયાએ એવુ જણાવ્યુ હતુ કે આ જગ્યાનો વહેલીતકે વિકાસ કરીને લાઇટીંગ સહિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો વધુને વધુ પ્રિ-વેડીંગ સહિત ફ્લ્મિોના શુટીંગ અહીંયા થઇ શકે તે પ્રકારનું લોકશેન છે. માટે વહેલીતકે કાર્યવાહી થવી જોઇએ તેવી લાગણી પ્રગટ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech