પોરબંદરના બોરીચા નજીક તારીખ ૨૪ ૯ ના માલધારી વૃદ્ધ સાથે રસ્તે ચાલવા પ્રશ્ને ત્રણ ઈસમો એ ઘાતક હત્પમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી આ બનાવના મૂળ સુધી પહોંચીને પોલીસે આદિત્યાણા ના કુખ્યાત ભીમા દુલા ઓડેદરા સહિત તેના સાગરીતોની ધરપકડ કરી હતી જેમાં ભીમાના ઘરેથી દારૂ ઘાતક હથિયારો સહિત રોકડ રકમ જ થઈ હતી. આ બનાવમાં પોલીસે ત્રણ દિવસના રીમાન્ડ માંગ્યા હતા જે નામંજૂર કરવામાં આવ્યા છે.
તારીખ ૨૪– ૯ ના માલધારી વૃદ્ધ ઉપર થયો હતો હુમલો
ગત તારીખ તા.૨૪૦૯૨૦૨૪ ના રોજ બોરીચા ગામ બસ સ્ટેન્ડની પાસે રહેતા ફરીયાદી દાનાભાઈ પુનાભાઈ ચાવડા (ઉ.વ.૬ર)માલઢોર ચરાવવા માટે બોરીયા ગામથી બખરલા ગામ તરફ જતા ડામર રોડ પર જતા હતા તે દરમ્યાન ત્રણ અજાણ્યા ઇસમો મોટર સાયકલ લઇ ફરીયાદી દાનાભાઈ પાસે આવી મોટર સાયકલ ઉભી રાખી નીચે ઉતરી ગાળો દઇ એકદમ ઉશ્કેરાઇ જઇ ત્રણેય ઇસમોએ કોદારીની મુંદરના ઘા ખંભા તથા હાથ તથા પગના ભાગે મારી ડાબા પગમાં ફ્રેકચરની ઇજા કરી ત્રણેય ઇસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી. એકબીજાની મદદગારી કરીજીલ્લા મેજીના હથીયાર બંધી જાહેરનામાનો ભગં કરી ગુન્હો કર્યા બાબતેની ફરીયાદ આ કામના ફરીયાદીશ્રીએ આપતા બગવદર પોસ્ટે ખાતે ગુનો દાખલ કરવામા આવેલ હતો.
ભીમા દુલા એ કારમાં હથિયારો સાથે આવીને આપી હતી ધમકી
જે ગુનાના આરોપીઓને સત્વરે શોધી કાઢવા જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગિરથસિંહ જાડેજા દ્રારા સતત દેખરેખ અને માર્ગદર્શન આપવામા આવેલ સદરહત્પ ગુનાની તપાસ પ્રથમ બગવદરના પો.સ.ઈ.બારા સંભાળી રહેલ હતા દરમ્યાન જાણવા મળેલ કે બનાવ બન્યાના ત્રણેક મહીના પહેલા ભીમા દુલા ઓડેદરાને ત્યા કામ કરતા રામગર જેરામગર મેઘનાથી ઉ.વ રહે આદીત્યાણા વાળા તથા બોરીચા ગામના રહેવાસી લખમણભાઈ મુછાર સાથે રસ્તા પર સાઈડ આપવા બાબતે બોલાચાલી અને ઝપાઝપી થયેલ અને આ બાબત રામગર જેરામગર મેઘનાથીએ ભીમા દુલાભાઈ ઓડેદરાને જણાવતા ભીમા દુલા ઓડેદરા પોતાની ૨ કારમા પોતાના માણસો સાથે પ્રાણ ઘાતક હથીયારો સાથે બોરીચા ગામ જઈ હાથ પગ ભાંગી નાખવાની ધમકીઓ આપી આવેલ હતો
ભીમાએ ત્રણ મળતીયાઓએ સાથે કાવતરૂં રચી કર્યેા હતો ઘાતક હુમલો
ફરીયાદી દાનાભાઇ પુનાભાઇ ચાવડાને યારે મોકો મળે ત્યારે માર મારવાનુ નક્કી કરેલ અને ગત તારીખ તા.૨૪–૦૯–૨૦૨૪ ના રોજ ભીમા દુલા ઓડેદરાએ પોતાના મળતીયાઓ જયમલ ઓઘડ કારાવદરા ઉ.વ ૨૭ રહે. રાણાવાવ ક્રિષ્ના એપાર્ટમેંટની બાજુમા પરેશ નગર તથા વનરાજ રામાભાઈ ઓડેદરા ઉ.વ ૨૬ રહે મુળ મઈન બજાર ખોડીયાર પાણ પાસે ખંભાળા ગામ મસરી લખમણ ઓડેદરા ઉ.વ ૩૦ આદીત્યાણા ગામ વાડી વિસ્તાર ડોબલીયા સીમ એ ગુનાહીત કાવતરુ રચી ફરીયાદીને પગમા તથા હાથના ભાગે કોદારી વડે માર મારી ફેકચર ઈજાઓ કરી ગુનો કરેલ હોવાનું તપાસ પરથી ફલીત થતા સદરહત્પ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ ગુનાની વધુ ઉંડાણપુર્વક તપાસ થવા સારુ પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા એ સદરહત્પ તપાસ પોરબંદર એલ.સી.બી. ઈ.ચા પોલીસ ઈન્સપેકટર આર.કે.કાંબરીયાને સોંપવામા આવેલ.
બે ઇસમો પગપાળા જતા ઝડપાયા
ગુનાના મુળ સુધી પહોચવા પોરબંદર એલ.સી.બી દ્રારા ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરી રહેલ હતા તે દરમ્યાન એલ.સી.બી ટીમને સંયુકત રાહે બાતમી હકીકત મળેલ કે બોરીચા ગામે મારા મારી કરનાર ઈસમો હાલ રાણાવાવ પોસ્ટે વિસ્તારના બોરીચા ગામના પાટીયેથી ચાલીને પસાર થઈ રહેલ છે જે હકીકત આધારે ૦૩ ટીમો બનાવી બોરીયા ગામના પાટીયા પાસે પહોચી વોચ રાખતા બાતમી મુજબના વર્ણન વારા ૦૨ ઈસમો ત્યાથી ચાલીને પસાર થયેલ જેથી બન્ને ઈસમોને ત્યાજ રોકી દઈ ગુના સબંધે પુછપરછ અર્થે એલ.સી.બી ઓફીસ ખાતે લાવી આગવી ઢબે પુછપરછ કરતા પોતે જ ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ તથા સદરહત્પ ગુનો કરવામા ત્રિજો ઈસમ મસરી લખમણ ઓડેદરા હોવાની તથા સદરહત્પ ફરીયાદીને માર મારવા માટે પુર્વ નિયોજીત કાવતરૂ ઘડી આદિત્યાણા ખાતે રહેતા ભીમા દુલા ઓડેદરાના કહેવાથી તેના કહેવા મુજબ માર મારેલ હોવાની કબુલાત આપતા તથા પકડવાનો બાકી આરોપી મસરી લખમણ ઓડેદરા ભીમા દુલા ઓડેદરાના ઘરે છુપાવી રાખેલ હોવાની કહીકત જનાવતા હોય બન્ને ઈસમોને અટક કરી આગળની ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ હતી.
જિલ્લા પોલીસવડા ની દેખરેખ હેઠળ છ ટીમો બનાવાઇ
કાર્યવાહી કરવામાં આવેલ તથા ભીમા દુલા ઓડેદરાના આદિત્યાણા ખાતેના ઘરે પકડવાના બાકી આરોપી મશરી લખમણ ઓડેદરા પણ છુપાવેલ હોવાની હકીકત તથા સદરહત્પ ગુનામા ભીમા દુલા ઓડેદરાની સંડોવણીની હકીકત આધારે તેના ઘરે તપાસ કરવા સા જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા નીઆગેવાની તથા સીધી દેખરેખ હેઠળ કુલ ૦૬ ટીમો બનાવવામાં આવેલ જેમા પોરબંદર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષકસુરજીત મહેડુ તથા સ્ટાફ, કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટરઆર.સી.કાનમીયા તથા સ્ટાફ,રાણાવાવ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર એન.એન તળાવીયા તથા રાણાવાવ પોલીસ સ્ટાફ એલ.સી.બી ઈ.ચા પોલીસ ઇન્સપેકટર આર.કે.કાંબરીયા તથા એલ.સી.બી સ્ટાફ લીવ રીઝર્વ પી.એસ.આઈ એમ.એલ આહીર તથા એલ.સી.બી સ્ટાફ સદરહત્પ ટીમ બનાવાઇ હતી
ભીમા દુલા ને ત્યાં સર્ચ ઓપરેશન
ભીમા દુલા ઓડેદરાના આદિત્યાણા ખાતેના ઘરે રેઈડ કરતા ભીમા દુલા ઓડેદરા તથા મશરી લખમણ ઓડેદરા તથા મળી આવતા બન્નેને હસ્તગત કરી ઘરની ઝડતી તપાસ તથા સર્ચ કરતા હથીયારો જેમાં બારબોર તથા એરગન તથા ધારીયા તથા કુહાડી તથા તલવાર તથા નાની છરીઓ તથા ભાલા સ્ટીક તથા નાના મોટા ધોકા તથા ગેડીયા તથા રોકડ રકમ મળી આવેલ છે.જે મળી આવેલ દારૂ તથા હથીયારો તથા રોકડ રકમ બાબતે કાયદેસર થવા આગળની ધોરણસર કાર્યવાહી થઇ હતી.
રીમાન્ડ થયા નામંજૂર
ભીમા દુલાને મારામારીના ગુન્હામાં ત્રણ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના તરફી એડવોકેટ ભરતભાઇ લાખાણી અને ટીમ દ્રારા એવી ધારદાર દલીલ થઇ હતી કે ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરા મહેર અગ્રણી તરીકે સારી એવી નામના ધરાવે છે અને છેલ્લા એક દાયકાથી તેમની સામે કોઇપણ ગુન્હો નોંધાયો નથી આમ છતાં પોલીસે ખોટો રાગદ્રેષ રાખીને તેમને આ ગુન્હામાં ફીટ કર્યા છે. રાત્રે નવ વાગ્યા સુધી કોર્ટમાં દલીલો ચાલી હતી અને પોલીસે ત્રણ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે એડવોકેટ ભરતભાઇ લાખાણીની દલીલો અનુસંધાને રીમાન્ડની માંગણી ફગાવી દીધી હતી.
૯૧ લાખથી વધુની રોકડ મળતા આઇ.ટી. વિભાગને કરી જાણ
આદિત્યાણાના કુખ્યાત ભીમા દુલા ઓડેદરા પાસેથી તેના ઘરમાં તપાસ કરતા ૯૧ લાખ ૬૫ હજાર જેવી માતબર રકમનો દલ્લો મળી આવ્યો હતો અને આ રૂપિયા તેની પાસે કયાથી આવ્યા તે અંગે કોઇ જ માહિતી આપી શકયો ન હતો તેથી પોલીસે આ રકમ અંગે પણ ઇન્કમટેકસ વિભાગને જાણ કરી છે
"
ચાર હથિયારો પોલીસે કર્યા કબજે, જે તે સમયે લાયસન્સ રજૂ થયા નહીં
પોરબંદર પોલીસ ભીમા દુલાને ત્યાં દરોડો પાડીને ચાર જેટલા ઘાતક હથિયારો કબ્જે કર્યા હતા જેમાં તેની પાસે લાયસન્સ માંગવામાં આવતા એકપણ હથિયારનુ લાયસન્સ તેણે રજૂ કર્યુ ન હતુ. ત્યારબાદ એસ.પી. ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે તેના પુત્ર લખમણ ભીમા ઓડેદરા કે જે પોરબંદર માર્કેટીંગ યાર્ડના ચેરમેન છે તેની પાસે બે જેટલા હથિયાર છે અને બંનેના લાયસન્સ છે. તથા ભીમા દુલાની પત્ની પાસે અને લખમણની પત્ની એટલે કે ભીમાદુલાની પુત્રવધુ પાસે પણ એક હથિયાર છે અને તેના પર લાયસન્સ છે તેથી જે ચાર હથિયાર કબ્જે થયા છે તે લાયસન્સવાળા હોવાનુ માનવામાં આવી રહ્યુ છે
ભીમા દુલાના પત્નીને કલીનચીટ
પોલીસની તપાસમાં ભીમાદુલાના પત્ની રૂડીબેન ભીમા ઓડેદરાના નામનુ હથિયારનુ લાયસન્સ મળી આવ્યુ હતુ અને આ લાયસન્સમાંથી વર્ષ દરમિયાન ૨૫૦ જેટલા જીવતા કારતૂસ ખરીદવાની છૂટ હોય છે જેમાં તા. ૫–૧૨–૨૦૨૧૮ના રોજ ૨૫ કારતૂસ ખરીધાની એન્ટ્રી થઇ હતી ત્યાર પછી કોઇ એન્ટ્રી થઇ ન હતી.તેમ છતાં આ બાર બોર પંપીંગ એકશન એસ.બી.બી.એલ. ગન સાથે ૧૦૦ કારતૂસ મળી આવ્યા હતા તેથી રૂડીબેન ભીમાભાઇ ઓડેદરાએ હથિયાર લાયસન્સની કોઇ શરતનો ભગં કર્યેા નહી હોવાનુ પોલીસ તપાસમાં ખૂલ્યુ હતુ તેથી હથિયાર અને કારતૂસ જે તે સ્થિતિમાં રૂડીબેનને પરત આપવાની તજવીજ કરવામા આવી હોવાનુ પણ એફ.આઇ. આર.મા જણાવ્યુ છે
૫૧૨ જેટલા કારતૂસ થયા કબજે
પોરબંદર પોલીસે ભીમાદુલાના ઘરે દરોડો પાડયો ત્યારે એરગનના ૨૦૭ કારતૂસ, ૩૮ બોરની રીવોલ્વરના ૧૩૦ કારતૂસ, ૩૮ બોરની પીસ્તોલના ૧૦૬ કારતૂસ અને રાયફલના ૬૯ કારતૂસ મળી કુલ ૫૧૨ જેટલા કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છેતેથી લાયસન્સના નિયમ પ્રમાણેના જ એ કારતૂસ છે કે અન્ય કોઇ રીતે આવ્યા? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
૭૦ જેટલા પ્રાણઘાતક હથિયારો મળ્યા
આદિત્યાણામાં ભીમા દુલાના ઘરે દરોડો પાડીને પોલીસે ચાર ફાયર આમ્ર્સ ઉપરાંત, બાર જેટલી તલવાર, દસ જેટલી છરી, ભાલા, ધારિયા, લાકડીઓ મળી કુલ ૭૦ જેટલા હથિયારો કબ્જે કર્યા હોવાનુ પણ જાણવા મળ્યુ છે.
ભીમા દુલા સામે વિદેશી દારૂની ત્રણ બોટલ મળવા અંગે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો
પોલીસની ટીમે ભીમા દુલાને ત્યાં દરોડો પાડયો ત્યારે ત્યાં વિદેશી દારૂની અલગ–અલગ બ્રાન્ડની ત્રણ બોટલ મળી આવી હતી તેથી એલ.સી.બી.ના ઇન્ચાર્જ ઇન્સપેકટર આર.કે.કાંબરીયાએ ભીમા દુલા સામે ૭૩૫૦ની કિંમતની વિદેશી દારૂની ત્રણ બોટલો રાખવા અંગેનો ગુન્હો દાખલ કર્યેા છે અને આ ગુન્હામાં પણ ભીમા દુલાની ધરપકડ કરવામાં આવી છે
જેની સાથે ઝઘડો થયો હતો તેના ઘર ઉપર કાયમી ધોરણે ગોઠવી હતી વોચ
જે માલધારી દાનાભાઇ પુનાભાઇ ચાવડા સાથે ભીમાદુલાના માણસોને ડખ્ખો થયો હતો તે દાનાભાઇના ઘરે રેકી કરીને લાકડી લઇને ઉભા હોય તેવા શખ્શો દ્રારા વોચ ગોઠવવામાં આવી હોય તેવા પુરાવા પણ પોલીસને મળ્યા છે. તેના વીડિયો ફટેજ પોલીસે કબ્જે કર્યા છે એટલુ જ નહી પરંતુ આ બનાવમાં ભીમા દુલાના કહેવાથી જ ઘાતક હત્પમલો કરવામાં આવ્યો હોવાનુ બહાર આવ્યુ હતુ. તેથી પોલીસે કોઇની પણ શેહશરમ રાખ્યા વગર આકરી કાર્યવાહી કરી છે
ભીમા દુલાના પુત્ર અને પુત્રવધૂ સામે લાયસન્સવાળા હથિયારની શરતભંગનો ગુનો નોંધાયો
પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા ભીમા દુલાને ત્યાં પોરબંદર જિલ્લા પોલીસે સંયુકત રીતે દરોડો પાડીને ચાર જેટલા ફાયર આમ્ર્સ સહિતના ઘાતક હથિયારો કબ્જે કર્યા હતા જેમાં પોલીસે તેની તપાસ હાથ ધરી હતી અને ૫૧૨ જેટલા કારતૂસ કબ્જે થયા હતા તેથી વધુ પૂછપરછમાં એવુ બહાર આવ્યુ હતુ કે પોરબંદર માર્કેટીંગ યાર્ડના ચેરમેન એવા લખમણ ભીમા ઓડેદરા કે જે ભીમા દુલાના પુત્ર છે તેમની પાસે લાયસન્સવાળુ હથિયાર હતુ. ૩૮ બોરની પીસ્તોલ અને ૩૮ બોરની રીવોલ્વર સાથે અનુક્રમે ૧૦૬ અને ૧૩૦ જેટલા જીવતા કારતૂસ મળી આવ્યા હતા. નિયમ પ્રમાણે હથિયાર લાયસન્સ અપાયુ હોય ત્યારે એક વર્ષમાં ૧૦૦ જેટલા કારતૂસ ખરીદવાના હોય છે તેના બદલે લખમણ પાસે જે બે હથિયાર છે તેમાં એકમાં વધારાના છ અને બીજામાં વધારાના ૩૦ કારતૂસ મળી આવ્યા હતા તેથી લખમણ ભીમા ઓડેદરા સામે હથિયારવાળા લાયસન્સની શરતના ભંગનો ગુન્હો દાખલ કરીને ધરપકડ કરવમાં આવી હતી એ જ રીતે ભીમાદુલાના પુત્રવધુ એટલે કે લખમણના પત્ની સંતોકબેન પાસે હથિયારનુ લાયસન્સ હતુ અને બાર બોરની ડબલ બેરલની ગન હતી. જેમાં પણ ૧૦૦ કારતૂસ ખરીદવાનો નિયમ છે તેનો ભગં કરીને ૧૦૭ જેટલા કારતૂસ તેમની પાસેથી મળી આવ્યા હતા તેથી ભીમા દુલાની પુત્રવધુ સંતોકબેન લખમણ ઓડેદરાએ પણ હથિયાર લાયસન્સની શરતનો ભગં કરીને શરત કરતા વધારે કારતૂસ રાખ્યા હોવાથી તેની સામે પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રાકૃતિક કૃષિમાં પાકને પાણી એટલું જ આપવું જોઈએ જેનાથી મૂળની આસપાસની ખાલી જગ્યામાં વરાપ રહે
November 22, 2024 04:13 PMસેલિબ્રિટીઓ પણ કોફીમાં ઘી ઉમેરીને પીવાની સલાહ આપે છે, જાણો તેના ફાયદા
November 22, 2024 04:11 PMભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ઓપરેશનની ક્ષમતા વધારી, ઊંચા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ
November 22, 2024 04:10 PMશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech