દિલ્હીમાં શાહરૂખ જ્યાં રહેતો હતો, ત્યાં તેના પુત્રએ ખરીદ્યા કરોડોની કિમતના 2 ફ્લેટ
આર્યન ખાને દક્ષિણ દિલ્હીના પંચશીલ પાર્કમાં બે લક્ઝરી ફ્લેટ ખરીદ્યા છે. આર્યન ખાને બે ફ્લેટ માટે 37 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ ડીલ મે 2024માં પૂર્ણ થઈ ગઈ છે. તેમણે આ ફ્લેટ માટે સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂ. 2.64 કરોડ ચૂકવ્યા છે.બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્રએ દિલ્હીમાં એક મોંઘી મિલકત ખરીદી છે. આર્યન ખાને દિલ્હીના પોશ વિસ્તારમાં બે લક્ઝરી ફ્લેટ ખરીદ્યા છે.એક અહેવાલ અનુસાર,આર્યન જે બિલ્ડિંગમાં બે માળ ખરીદ્યો છે. તેનું બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લેટનું કનેક્શન પહેલેથી જ ગૌરી ખાન અને શાહરૂખ સાથે છે. શરૂઆતના દિવસોમાં ગૌરી અને શાહરૂખ દિલ્હીના આ ઘરમાં રહેતા હતા. હવે તેના પુત્ર આર્યનએ આ જ બિલ્ડિંગમાં ફ્લેટ ખરીદ્યો છે. તેણે મે 2024માં આ ફ્લેટ માટે સ્ટેપ ડ્યુટી તરીકે રૂ. 2.64 કરોડ ચૂકવ્યા છે. એવું માનવામાં આવે છે કે ગૌરી ખાન આર્યનના આ બે ફ્લેટ ડિઝાઇન કરશે.આ પહેલા અમિતાભ બચ્ચને પણ દક્ષિણ દિલ્હીના પોશ વિસ્તાર ગુલમોહર પાર્કમાં પોતાનું ઘર 23 કરોડ રૂપિયામાં વેચ્યું હતું.
આર્યન ખાન કરે છે શું
શાહરૂખ અને ગૌરી ખાનના મોટા પુત્ર આર્યન ખાને યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. મુંબઈ પરત આવ્યા બાદ તેણે ઘણી ફિલ્મોમાં ડબિંગ કર્યું. આ સિવાય તેણે બાળ કલાકાર તરીકે પણ કામ કર્યું હતું. વર્ષ 2022 માં, તેણે લક્ઝરી ફેશન બ્રાન્ડ ડી'યાવોલ લોન્ચ કરી. તાજેતરમાં જ તેણે પોતાનો ઓટીટી ડેબ્યૂ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે.
આર્યન ખાનની નેટવર્થ
આર્યનની લક્ઝરી લાઈફસ્ટાઈલ બ્રાન્ડ તેના મિત્રો અને બિઝનેસ પાર્ટનર્સ લેટી બ્લેગોર્વા અને બંટી સિંહ સાથે લોન્ચ કરવામાં આવી છે. તેની કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તેના પિતા શાહરૂખ ખાન પોતે છે. આ કંપની ખૂબ જ મોંઘા કપડા બનાવે છે. આ સિવાય આર્યનએ તેની વોડકા બ્રાન્ડ પણ લોન્ચ કરી હતી. આર્યન ખાનની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે કરોડોની સંપત્તિ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આર્યન પાસે લગભગ 80 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAIની મદદથી ૪૮ કલાકમાં જ કેન્સરની તપાસથી લઈને વેકિસન પણ તૈયાર થશે
January 22, 2025 03:28 PMટ્રમ્પ એઆઇ પર કરશે ૫૦૦ ડોલરનું રોકાણ,એક લાખથી વધુને નોકરીની તક
January 22, 2025 03:24 PM૯૭મા ઓસ્કાર નોમિનેશનની કાલે જાહેરાત્ત
January 22, 2025 03:21 PMલિસ્ટિંગ પહેલાં IPO શેરમાં ટ્રેડિંગની મંજૂરી આપવા વિચારણા
January 22, 2025 03:19 PMCM યોગી અને તમામ મંત્રીઓએ કુંભમાં ડૂબકી લગાવી, ગંગા પૂજા કરી; કેબિનેટમાં લેવાયા મોટા નિર્ણયો
January 22, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech