દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે એપોઇન્ટમેન્ટ માંગી છે. સીએમ કેજરીવાલ આવતીકાલે સીએમ પદ પરથી રાજીનામું આપશે. સીએમ કેજરીવાલે પહેલા જ રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. આવતીકાલે જ નવા સીએમના નામની જાહેરાત પણ થઈ શકે છે. સીએમ કેજરીવાલને લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસ તરફથી મંગળવારે (17 સપ્ટેમ્બર) સાંજે 4.30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે.
દિલ્હીના આગામી સીએમ કોણ હશે તેને લઈને અનેક નામો પર ચર્ચા થઈ રહી છે. રેસમાં આતિશી, સૌરભ ભારદ્વાજ અને રાઘવ ચઢ્ઢાના નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે (15 સપ્ટેમ્બર) પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ બે દિવસ પછી તેમના પદ પરથી રાજીનામું આપી દેશે. રવિવારે (15 સપ્ટેમ્બર) AAP કાર્યાલયમાં તેમના સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ હવે જનતાની અદાલતમાં જશે.
તમારો દરેક મત મારી ઈમાનદારીનું પ્રમાણપત્ર છે - સીએમ કેજરીવાલ
રવિવારે સીએમ કેજરીવાલે કહ્યું હતું કે, "હું બે દિવસ પછી રાજીનામું આપીશ અને લોકોને પૂછીશ કે શું હું ઈમાનદાર છું. હું જનતાને અપીલ કરવા માંગુ છું કે જો તમને લાગે કે કેજરીવાલ ઈમાનદાર છે તો મને મત આપો. જો તમને લાગતું હોય કે કેજરીવાલ દોષિત છે. તો મને મત ન આપો. તમારો દરેક મત મારી ઈમાનદારીનું પ્રમાણપત્ર હશે.
અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે હું દિલ્હીમાં મુખ્યમંત્રીની ખુરશી પર ત્યારે જ બેસીશ જ્યારે લોકો મને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપશે. હું જેલમાંથી બહાર આવ્યા બાદ અગ્નિપરીક્ષા આપવા માંગુ છું.
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે?
દિલ્હીમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દિલ્હી એસેમ્બલીનો કાર્યકાળ આવતા વર્ષે 23 ફેબ્રુઆરીએ પૂરો થાય છે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ચૂંટણી થવાની ધારણા છે. જો કે અરવિંદ કેજરીવાલ, આતિશી અને આમ આદમી પાર્ટીના અન્ય ઘણા નેતાઓ ઈચ્છે છે કે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી સમય પહેલા યોજવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech