મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ હાપા અને નાહરલગુન વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યેા છે. જેમાં ટ્રેન નંબર ૦૯૫૨૫૦૯૫૨૬ હાપા– નાહરલગુન– હાપા સ્પેશિયલ સાાહિક ટ્રેન પૈકી ટ્રેન નંબર ૦૯૫૨૫ હાપા– નાહરલગુન સ્પેશિયલ હાપાથી દર બુધવારે ૦૦.૪૦ કલાકે ઉપડશે, રાજકોટ તેજ દિવસે મધ્યરાત્રિમાં ૦૨.૦૬ કલાકે અને શુક્રવારે ૧૬.૦૦ કલાકે નાહરલગુન પહોંચશે. આ ટ્રેન ૮ જાન્યુઆરી, ૨૦૨૫થી આગામી સૂચના સુધી ૪ દિવસો સિવાય ચાલશે (આ ટ્રેન હાપા થી ૧૫.૦૧.૨૦૨૫, ૨૯.૦૧.૨૦૨૫, ૦૫.૦૨.૨૦૨૫ અને ૧૨.૦૨.૨૦૨૫ ના રોજ રદ્દ રેહશે). એ જ રીતે, ટ્રેન નંબર ૦૯૫૨૬ નાહરલગુન હાપા સ્પેશિયલ દર શનિવારે નાહરલગુનથી ૧૦.૦૦ કલાકે ઉપડશે, રાજકોટ સોમવારે ૨૨.૨૨ કલાકે અને મંગળવારે ૦૦.૩૦ કલાકે હાપા પહોંચશે. આ ટ્રેન ૧૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી આગામી સૂચના સુધી ૪ દિવસો સિવાય ચાલશે. (આ ટ્રેન નાહરલગુન થી ૧૮.૦૧.૨૦૨૫, ૦૧.૦૨.૨૦૨૫, ૦૮.૦૨.૨૦૨૫ અને ૧૫.૦૨.૨૦૨૫ ના રોજ રદ્દ રેહશે) આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉૈન, મકસી, શાજાપુર, બિયાવરા–રાજગઢ, ઠીયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, ઈટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજમાં જ્ઞાનપુર રોડ, બનારસ, વારાણસી, ગાઝીપુર સિટી, બલિયા, છપરા, હાજીપુર, શાહપુર પટોરી, બરૌની, બેગુસરાઈ, ખગરિયા, નૌગાચિયા, કટિહાર, બારસોઈ, કિશનગંજ, ન્યૂ જલપાઈગુડી, ન્યૂ કૂચબિહાર, કોકરાઝાર, ન્યૂ બોંગાઈગાંવ, બારપેટા રોડ, રંગિયા, ઉદલગુડી, ન્યુ મિસામારી, રંગપારા ઉત્તર અને હરમુતી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ૨–ટાયર, એસી ૩–ટાયર, સ્લીપર કલાસ અને જનરલ સેકન્ડ કલાસ કોચ હશે. આ ટ્રેનનું ટિકિટ બુકિંગ તા. ૩ જાન્યુઆરીથી તમામ કાઉન્ટર્સ પર અને આઇઆરસીટીસી વેબસાઇટ પર ચાલુ કરી દેવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMજામનગર મનપામાં લાખોટા તળાવની પાળે રેકડીઓ બંધ કરાવવા મામલે વિપક્ષ નગરસેવિકા વિફર્યા
May 14, 2025 05:54 PMસચાણાના યુવકે ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો..અને પોલીસે કરી ધરપકડ.
May 14, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech