કલા મહાકુંભમાં જામનગરના કલા સાધકો ઝળક્યાં

  • April 06, 2023 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આદિત્ય કલા ભારતી સંચાલિત સંગીત સાધના મંદિરના કલા સાધકોએ સંગીતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો

આદિત્ય રામજી ઘરાનાના પ્રચાર તથા પ્રસાર અર્થે છેલ્લા ૧૪ વર્ષથી કાર્યરત એવા આદિત્ય કલા ભારતી સંચાલિત સંગીત સાધના મંદિરના કલા સાધકોએ કલામહાકુંભ ૨૦૨૨-૨૩ અંતર્ગત યોજાયેલી વિવિધ સંગીતની સ્પર્ધાઓમાં ભાગ લીધેલ અને તાલુકા, જિલ્લા, પ્રદેશ અને રાજયકક્ષા સુધી સંગીત સાધના મંદિરના આઠ વિદ્યાર્થીઓ અગ્રસ્થાને શાસ્ત્રીય ગાયન ૬ થી ૧૪, મિસરી જોશી, તાલુકા તથા જિલ્લા કક્ષાએ પ્રથમ, ૧૫ થી ૨૦ આસ્થા કટકિયા તાલુકા તથાજિલ્લા કક્ષાએ પ્રથમ, ૨૧ થી ૫૯ બીનલ સુથાર તાલુકા તથા જિલ્લા કક્ષાએ પ્રથમ, સુગમ સંગીત ૨૧થી ૫૯ પ્રીતિ પરમાર તાલુકા કક્ષાએ પ્રથમ તથા જિલ્લા કક્ષાએ દ્વિતિય, લોકગીત ભજન ૨૧ થી ૫૯ નિરાલી ચૌહાણ તાલુકા તથા જિલ્લા કક્ષાએ પ્રથમ, લગ્નગીત ૨૧ થી ૫૯ રુચિતા ટાકોદરા તાલુકા તથા જિલ્લા કક્ષાએ પ્રથમ, તબલા ૧૫ થી ૨૦ કબીર ભટ્ટ તાલુકા તથા જિલ્લા કક્ષાએ પ્રથમ, હાર્મોનિયમ ૨૧ થી ૫૯ યશ દવે તાલુકા તથા જિલ્લા કક્ષાએ પ્રથમ. આમાંથી ચાર કલા સાધકો અનુક્રમે કબીર ભટ્ટ, યશ દવે, નિબનલ સુથાર અને મિસરી જોશી સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની હરીફાઇમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરીને રાજયકક્ષાની હરિફાઇ માટે સિલેકટ થયેલ તથા તેમાંથી યશ દવેએ હાર્મોનિયમ વાદનની સ્પર્ધામાં રાજય કક્ષાની હરિફાઇમાં સમગ્ર ગુજરાતમાંથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ આમ દરેક વિદ્યાર્થીઓએ મળી ગુજરાત સરકાર તરફથી ૩૦,૦૦૦ રુપિયાથી વધુ ઇનામ પ્રાપ્ત કરેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application