રાજ્યપાલના હસ્તે કલાકાર અને લેખક ડો. જગદીશ ત્રિવેદીને ગુજરાત ગરિમા એવોર્ડ અપાયો

  • May 02, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડો.જગદીશભાઈ ત્રિવેદી વિશ્વના 28 દેશોમાં 3000થી વધુ કાર્યક્રમ કરી ચૂક્યા છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ગુજરાત ગરિમા એવોર્ડ-2023 મેળવનાર ડો. જગદીશભાઈ ત્રિવેદી આંતરરાષ્ટ્રીય વિનોદી, લેખક, કવિ, અભિનેતા, ફિલોસોફર અને પરોપકારી કે જેમણે ખાસ કરીને જરિયાતમંદ લોકોના શિક્ષણ અને તબીબી સુવિધાઓ માટે 11 કરોડ પિયાનું દાન આપવાનું વચન આપ્યું છે, જેમાંથી 5 કરોડ પિયા પાંચ વર્ષના ગાળામાં દાન કરેલ છે. તેઓ તેમના પરોપકારી અભિગમ દ્વારા કળા, પર્ફોર્મિંગ આર્ટ અને સામાજિક કલ્યાણના ક્ષેત્રોમાં નિ:સ્વાર્થપણે સેવા આપી રહ્યા છે.
તેમણે વિશ્વના કુલ 28 દેશોમાં 3000 કાર્યક્રમ, 72 પુસ્તકો, 100 ડીવીડી, 450 વિડીયો થી કલા (વિનોદ, લેખન, લોકસાહિત્ય) ક્ષેત્રે આપેલ છે. જેના દ્વારા લોકોને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, નૈતિક મૂલ્યો અને મનોરંજનનો લાભ મળે છે. તેઓને પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા 11 પુરસ્કારો એનાયત અને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના 72 માંથી સાત પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતીસાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયેલ છે. ડો. જગદીશભાઈ ત્રિવેદીએ ત્રણ અલગ-અલગ યુનિવર્સિટીમાંથી 3 વખત ડોક્ટરેટની ડિગ્રી મેળવેલ છે અને એક વિદ્વાને તેમના સાહિત્ય પરથી શોધ નિબંધ બનાવી પી.એચ.ડી. ડિગ્રી મેળવેલ છે અને એક વિદ્વાનનો પીએચડી માટે શોધ નિબંધ ચાલુ છે.
તેમના નિબંધો સંબંધિત બોર્ડ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રની શાળાના બાળકોને ભણાવવામાં આવે છે. તેમની વિશિષ્ટ શૈલીથી તેમણે રસીકરણ આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને સાથી માનવીઓના અભાવોને તેમની વક્તૃત્વ કળા દ્વારા કોરોના સામે લડવા માટે પ્રેરિત કયર્િ છે અને કોરોના રોગચાળાના મુશ્કેલ સમયમાં રાષ્ટ્રને ફાળો આપ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના અભિનય અને લેખન દ્વારા વિશ્વભરમાં વસતા ભારતીય લોક સંપ્રદાય વચ્ચે ભારતીયતા, ગુજરાતી સંસ્કૃતિને જાળવવા અને સંવર્ધન કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આંતરરાષ્ટ્રીય કલાકાર હોવાના નાતે તેમણે 18 જુદા જુદા દેશોમાં 3000 કાર્યક્રમ કયર્િ જેણે વિદેશમાં વસતા ભારતીયોમાં માતૃભૂમિ પ્રત્યેની લાગણી જન્માવી છે અને નવી પેઢીને સાંસ્કૃતિક સાહિત્ય, નૈતિક્તા અને મૂલ્યોનો સ્વાદ પીરસ્યો છે.
તેમના હાસ્ય અને લોકકલા પરના કાર્યક્રમ ભારત અને અમેરિકા, કેનેડા, યુકે, દુબઈ, ચીન, યુએઈ, થાઈલેન્ડ, સિંગાપોર, બેલ્જિયમ, પોર્ટુગલ, ઓમાન, કેન્યા, તાંઝાનિયા વગેરે જેવા વિદેશોમાં આયોજિત થયા છે. તેમણે 2008-09માં બેટી વધાવો પર સરકારની ઝુંબેશના નેજા હેઠળ માત્ર ગર્લ ચાઇલ્ડ સવર્ઇિવવ અને શિક્ષણની જનજાગૃતિ માટે 300 થી વધુ કાર્યક્રમો કયર્િ છે, 2010માં સ્વાઈન ફ્લૂ વિશે જાગૃતિ લાવવા માટે વિશેષ રૂપે 60 કાર્યક્રમો કયર્િ છે. કોરોના રોગચાળા (2019- 20) સમય દરમિયાન તેણે રસીકરણ, આરોગ્ય અને સ્વચ્છતા અને કોરોના સામે લડવા માટે જન જાગૃતિ લાવવા 150 થી વધુ વિડિઓઝ પ્રસિદ્ધ કયર્િ છે.
છેલ્લા 30 વર્ષથી વિવિધ ટેલિવિઝન ચેનલો પર તેમના કાર્યક્રમો પ્રદર્શીત થઇ રહ્યા છે. તેઓશ્રીએ 72 પુસ્તકો લખ્યા છે જેમાંથી 6 પુસ્તકોને ગુજરાત સાહિત્વ અકાદમી દ્વારા પુરસ્કૃત કરાયા છે અને 1 પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર આપવામાં આવે છે.મધુશાલા એ ડો.હરિવંશરાય બચ્ચનની પ્રખ્યાત હિન્દી કવિતા મધુશાલા નોં ગુજરાતી પદ્યનુવાદ છે. પશિક્ષાપત્રીથ એ તેમનો સંસ્કૃત શિક્ષાપત્રી નો ગુજરાતી પદ્યાનુવાદ છે, જે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સૂચવવામાં આવેલ જીવનના આચરણ પરનો ગ્રંથ છે. સ્ક્રિપ્ટ લેખન, સ્ક્રીન નાટકો અને પ્રખ્યાત ગુજરાતી ફિલ્મો જેમ કે કંકુ પુરાય અંબેમાતાના ચોકમા, હાસ્યનો વરઘોડો અને દૂરદર્શન પર કાકાની કમાલ નામની સિરિયલના સંવાદોમાં અનુવાદ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application