ખંભાળિયા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારીએ હાલ ચોમાસાની ઋતુમાં ફરજિયાત હાજર રહેવા તેમજ સોંપવામાં આવેલી ફરજ પ્રત્યે બેદરકાર રહી, ગેરહાજર હોવાના કારણે અહીંના મામલતદાર દ્વારા આ કર્મચારીનું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાની તાલુકા પંચાયત કચેરીમાં ટેક. આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મેઘરાજસિંહ પરમારને શનિવાર તારીખ 29 મી ના રોજ બપોરે 2 થી રાત્રે 10 વાગ્યા સુધી તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે સક્ષમ અધિકારી દ્વારા ફરજ સોંપવામાં આવી હતી અને આ અંગે સંબંધિત કચેરી મારફતે હુકમની બજવણી પણ કરવામાં આવી હતી.
પરંતુ આ કર્મચારી મેઘરાજસિંહ સોઢાએ અહીંના તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે આપવામાં આવેલી ફરજના સ્થળે કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય કે પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ગેરહાજર રહેતા અધિકારીનો હુકમનો અનાદર કર્યો હતો. આથી અહીંના મામલતદાર વી.આર. વરુ દ્વારા ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ.ને એક હુકમ પાઠવી અને કર્મચારી મેઘરાજસિંહ સોઢાનું ધરપકડ વોરંટ કાઢી, તેમને ફરજ ઉપર હાજર કરાવવામાં આવ્યા હતા.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઉપરોક્ત કર્મચારીને ફરજ બાબતે અગાઉ પણ અવારનવાર નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં પણ તેઓ મનસ્વી રીતે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ફરજમાં ગેરહાજર રહેવાની ટેવ ધરાવતા હતા. જેથી મામલતદાર દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરી, અને ડિઝાસ્ટરની ફરજમાં બેદરકારી દાખવતા કર્મચારીઓ માટે ચેતવણી રૂપ દાખલો બેસાડવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech