પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે અરેસ્ટ વોરંટ, 23 લાખ રૂપિયાનો PF ગોટાળાનો આરોપ

  • December 21, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

PF કૌભાંડના આરોપમાં પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ વોરંટ ક્ષેત્રનાં પીએફ કમિશનર સદાક્ષરી ગોપાલ રેડ્ડીએ જાહેર કર્યું હતું, જેમણે પુલકેશનગર પોલીસને જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. રોબિન ઉથપ્પા પર પ્રોવિડન્ટ ફંડ કૌભાંડનો આરોપ છે. પ્રાદેશિક પીએફ કમિશનર સદક્ષરી ગોપાલ રેડ્ડીએ તેમની વિરુદ્ધ આ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. આ સાથે તેમણે પોલીસને પણ આ બાબતને ગંભીરતાથી લઈને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.



બિન ઉથપ્પા સેન્ચ્યુરીઝ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું સંચાલન જોઈ રહ્યા હતા. કંપનીના કર્મચારીઓના પગારમાંથી PF કાપ્યા અને પછીથી તેને તેમના ખાતામાં એડ ન કરવાનો આરોપ છે. રિપોર્ટ અનુસાર આ સમગ્ર કૌભાંડ 23 લાખ રૂપિયાનું હોવાનું કહેવાય છે.


પુલકેશનગર પોલીસને લેટર લખીને કમિશનર ગોપાલ રેડ્ડીએ કહ્યું છે કે આ વોરંટનો અમલ કરવામાં આવશે. બીજી તરફ ઉથપ્પાએ પોતાનું રહેઠાણ બદલ્યું છે, જેના કારણે પોલીસે આ વોરંટ પીએફ ઓફિસને પરત કરવું પડ્યું હતું. જે બાદ પોલીસ અને પીએફ વિભાગ પૂર્વ ક્રિકેટરના નિવાસ સ્થાનની તપાસ કરી રહી છે. આ મામલો કર્મચારીઓની સુરક્ષા સાથે જોડાયેલો હોવાથી તેને ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે. હાલમાં પોલીસ અને પીએફ વિભાગ બંને સંયુક્ત રીતે તેની તપાસ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application