દરેડમાં પાના ટીંચતા ચાર શખ્સોની ધરપકડ

  • January 05, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેડ જીઆઇડીસી ફેસ-૨, પટેલ ચોક પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ચાર શખ્સોને રોકડ ૫૪૯૦ સાથે પોલીસે પકડી લીધા હતા.
જામનગરના દરેડ જીઆઇડીસી ફેસ-૨માં આવેલા પટેલ ચોકમાં હોટલ પાસે જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ-બી પોલીસે દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા મુળ નડીયાદના નાનવગા ગામના વતની અને હાલ દરેડ ખોલીમાં રહેતા જગદીશ બુધા સોઢા, મુળ યુપીના હાલ દરેડ રહેતા નબીહશન સતારઅલી, સદગુરુ સોસાયટીમાં રહેતા નાથા કલા સોલંકી અને મુળ મહીસાગરના વડદલાના વતની અને હાલ દરેડ ખોલીમાં રહેતા વિક્રમ બિજલ પરમારને રોકડા ૫૪૯૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application