રાજકોટ સિવિલ હોસ્પિટલ સંલ ઝનાના હોસ્પિટલમાં પાંચ મહિનાના બાળકને મોતનું ઇન્જેકશન આપવાના ગંભીર બનાવના મહિનાઓ વીતવા છતાં ગુજરાત નસગ કાઉન્સિલ દ્રારા પીડિયાટિ્રક વિભાગના બેજવાબદાર નસગ સ્ટાફ સામે આજ સુધી કાર્યવાહી ન કરતા તપાસના નામે વહીવટ થયાની આશંકા સેવાઈ રહી છે. માત્ર નિવેદનો નોંધી મહિનાઓથી તપાસ આગળ ન વધતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
ઝનાના હોસ્પિટલમાં ગોંડલ પંથકના પરપ્રાંતિય પરિવારના પાંચ મહિનાના બાળકને ડિસ્ચાર્જ કરવાના દિવસે જ નાશ લેવાના મશીનમાં નાખી આપવાનું ઇન્જેકસન નસિગ કોલેજનાના વિધાર્થી પિન્ટુ ફાંગલીયા એ બાળકના પગની વેનમાં આપી દેતા માસૂમએ તરફડીયા મારતા દમ તોડી દીધો હતો. આ બનાવમાં નસિગ કોલેજના પિન્ટુ ફાંગલીયા અને એ સમયે વોર્ડમાં હાજર કોન્ટ્રાકટ નસગકર્મી એકતા રાઠોડ સામે પોલીસે ગુનો નોંધી જામીન મુકત કર્યા હતા. બાદમાં મુખ્ય આરોપી એવા નસગ સ્ટુડન્ટ પિન્ટુ ફાંગલીયા સામે પાછળથી પોલીસે શાપરાધ મનુષ્ય વધની કલમ ઉમેરતા કોર્ટે ફરી ધરપકડ કરવા આદેશ કરતા પિન્ટુ ફાંગલીયાની પોલીસે ધરપકડ કરી હતી એકાદ મહિનાના જેલવાસ બાદ નસગ સ્ટુડન્ટ પિન્ટુ ફાંગલીયાની જામીન અરજી મંજુર થતા જેલ બહાર આવ્યો હતો. આ બનાવમાં મેટ્રન, વોર્ડ ઇન્ચાર્જ અને સિનિયર સ્ટાફની જવાબદારી પણ ફિકસ થતી હોવાથી તપાસ કમિટીએ ગુજરાત નસગ કાઉન્સિલમાં કાર્યવાહી કરવા માટેનો રિપોર્ટ મોકલ્યો હતો જેને નવેક મહિના જેટલો સમય વીતી ગયા છતાં માત્ર નિવેદન લઇ તપાસને અભેરાઈએ ચડાવી દઈને જવાબદાર સરકારી નસગ કર્મીને બચાવવા માટે મોટું સેટિંગ પાર પાડવામાં આવ્યું અથવા તો તેના માટેની ગોઠવણ કરવામાં આવતી હોવાની ચર્ચા ઉઠી છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, કાઉન્સિલના રજિસ્ટ્રાર સરકાર દ્રારા જે બેસાડવામાં આવ્યા છે એ પ્રજ્ઞા ડાભી માત્ર રબ્બર સ્ટેમ્પની જેમ કામ કરી રહ્યા છે, કારણ કે એવી પણ વાત સામે આવી રહી છે કે, રજિસ્ટ્રાર થવા માટે જેમનો સપોર્ટ લેવામાં આવ્યો છે એના દોરી સંચાર હેઠળ જ કામગીરી કરવામાં આવી રહી છે. અને જેમનો દોરી સંચાર છે એ વર્ષેા જુના નસગ કર્મચારી સરકારના કેટલાક મંત્રીઓ સાથે ધરોબો ધરાવતા હોવાથી પોતાના ધાર્યા કામ પાર પાડી મોટા સેટિંગ પાર પાડી રહ્યા છે. ત્યારે સરકારના ચોક્કસ મંત્રીઓ જ આવા સરકારી કર્મચારી કમ દલાલો સાથે સબંધો ધરાવતા હોય તો ન્યાયની અપેક્ષા ધુંધળી જ જોવા મળે છે.
એક બાજુ સરકાર ઓપરેશન ગંગાજળ હેઠળ કામમાં બેજવાબદારી દાખવવાની સાથે ભ્રષ્ટ્રાચાર આચરતા અધિકારીઓને ફરજીયાત નિવૃત કરવા માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ અહીં તો સરકારી અધિકારીઓ જ સરકારી કર્મચારીઓને બચાવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે હવે માસૂમ પુત્રને ન્યાય મળે એ માટે માતા–પિતાએ સરકાર ઉપર નહીં ન્યાયાલય ઉપર વધુ ભરોસો મુકયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech