જામનગર મહાનગરપાલીકા દ્વારા ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ શહેરીજનો અને ઉદ્યોગકારો માટે મનપાના હાઉસ ટેકસ સહિતના વિવિધ વેરાઓમાં ૧૦૦ % વ્યાજ માફી યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે જામનગરમાં દરેડ ખાતે આવેલ જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ દિનેશભાઈ એમ. ડાંગરીયા દ્વારા પણ ફેસ-૨ અને ફેસ-૩ના હજારો ઉદ્યોગકારોના આ યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
જામનગર મહાનગર પાલીકા દ્વારા ૧૦૦ % વ્યાજ માફી યોજનાની અમલવારી ૧૫ ફેબ્રુ -આરી ૨૦૨૫થી કરી દેવામાં આવી છે અને આગામી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી આ યોજનાની અમલવારી ચાલુ રહેશે, ત્યારે દરેડ ઔધોગિક વિસ્તારમાં પણ ૩૦૦૦થી વધુ ઉદ્યોગકારો આવેલા છેઅને છેલ્લા વર્ષ ૨૦૧૮ થી વર્ષ ૨૦૨૪ સુધીમાં ઉદ્યોગકારોનો જેટલો પણ વેરો બાકી રહેતો હોય અને તેના પર વ્યાજ ચડત હોય ત્યારે આ વ્યાજ માફીની યોજનાથી ઉદોગકારોને વ્યાજમાં ૧૦૦% રાહત મળશે અને ખુબ જ લાભદાયી મહાનગરપાલીકાની આ યોજના હોય ત્યારે તમામ ઉદ્યોગકારોને આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા માટે જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન દ્વારા અનુરોધ કરવામાં આવી રહયો છે, કે જામનગર જી.આઈ.ડી.સી. ફેસ-ર અને ફેસ-૩ તેમજ રેસીડેન્ટ ઝોનના ઉદ્યોગકારો ૧૦૦% વ્યાજ માફીની યોજનાનો લાભ લઈ શકે તે માટે વેરાની રકમ સ્વીકારવા માટે જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનન ઓફીસ, કૌશલ્ય ભવન, પ્લોટ નં.૯૦, જી.આઈ.ડી.સી. ફેસ-૨, દરેડ, જામનગર ખાતે વ્યવસ્થા રાખવામાં આવી છે.
જયાં કલેકશન સેન્ટર ખાતે સવારે ૧૧ : ૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી પ્લોટ ધારકો અને ઉદ્યોગકારો પોતાનો વેરો ભરી શકશે અને ૧૦૦% વ્યાજ માફીનો લાભ લઈ શકશે તેમજ ટેકસ ભરપાઈ કરી શકશે વધુ માહીતી માટે મોબાઈલ નં. :- ૮૦૦૦૭૩૦૬૬૩ પર સંપર્ક કરી શકાશે.