દક્ષિણના રાજ્યો અને જમ્મુ કશ્મીરના અમુક વિસ્તારને બાદ કરતા સમગ્ર દેશમાં અત્યારે વાતાવરણ સુકું થઈ ગયું છે. વરસાદ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો છે અને મહત્તમ તાપમાનનો પારો સતત ઉચે ચડી રહ્યો છે. રાજકોટ ભુજ ડીસા માં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ છે તો રાજકોટ દ્વારકા નલિયા ઓખા પોરબંદર અને સુરતમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકાથી વધી જતા ઝાકળ જોવા મળી હતી.
રાજકોટમાં રવિવારે મહત્તમ તાપમાન 39.7 ભુજમાં 39.8 ડીસામાં 39.9 ડીગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચાર પાંચ દિવસ સુધી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય.
ચોમાસાની ઋતુની વિદાય પછી હવે શિયાળાના પગરણ ધીમે ધીમે મંડાતા હોય તેમ સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. દ્વારકામાં 91 નલિયામાં 95 પોરબંદરમાં 96 સુરતમાં 92 રાજકોટમાં 93 અને ઓખામાં 88% ભેજ આજે સવારે નોંધાયો છે અને તેના કારણે ઝાકળ પણ જોવા મળી હતી.
દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે તામિલનાડુ કેરલા પુડીચેરી અને લક્ષદીપ માં વરસાદ પડી રહ્યો છે. જમ્મુ કાશ્મીર અને લદાખમાં પણ વરસાદ પડી રહ્યો છે. તે સિવાય સમગ્ર દેશમાંથી ચોમાસું પૂરું થઈ ગયું છે. ક્યાંય વરસાદ ચાલુ નથી.
દરિયાકાંઠાના વિસ્તારોના મહત્તમ તાપમાનની વાત કરીએ તો દ્વારકામાં 32.4 નલિયામાં 36.4 ઓખામાં 34.1 પોરબંદરમાં 34.2 અને સુરતમાં 35.6 ડીગ્રી મહત્તમ તાપમાન રવિવારે નોંધાયું છે. જમ્મુ કાશ્મીરમાં હજુ હીમવષર્િ શરૂ થઈ નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ક્યાંય જોવા મળતું નથી. એકાદું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયા પછી હિમવષર્િ શરૂ થશે અને તેના કારણે ગરમીના પ્રમાણમાં ઘટાડો થવાની સાથો સાથ ફુલગુલાબી ઠંડી શરૂ થશે. પરંતુ દિવાળીના તહેવારોમાં વરસાદની કે ઠંડીના ચમકારાની શક્યતા ઓછી છે અને ગરમીનું પ્રમાણ વધુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech