છત્તીસગઢમાં સેનાએ 16 નક્સવાદીને ઠાર કર્યા, બે જવાન ઘાયલ, જંગલમાં હજુ પણ ગોળીબાર ચાલુ

  • March 29, 2025 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છત્તીસગઢના સુકમા-દંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરળપાલ વિસ્તારના જંગલોમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ સુકમાના જંગલોમાંથી નક્સલીઓના મૃતદેહ કબજે કર્યા છે. આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના બે જવાનને પણ સામાન્ય ઈજા પહોંચી છે.


છત્તીસગઢ બસ્તર ઝોનના આઈજી પી. સુંદરરાજના જણાવ્યા અનુસાર, સુકમા-દંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરળપાલ વિસ્તારના જંગલમાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ માર્યા ગયા છે. દરમિયાન, સુકમાના એસપી કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે સુકમા-દંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરાલાપાલ વિસ્તારના જંગલમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે.


એક અધિકારીએ જણાવ્યું કે આ કામગીરીમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો સામેલ છે. શુક્રવારે રાત્રે આ વિસ્તારમાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ગત મંગળવારે દાંતેવાડા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓ માર્યા ગયા હતા. તેમાં માઓવાદી સુધીર ઉર્ફે સુધાકર ઉર્ફે મુરલી પણ હતો, જેના પર 25 લાખ રૂપિયાનું ઇનામ હતું. આ સાથે, સ્થળ પરથી આઇએનએસએએસ રાઇફલ, 303 રાઇફલ અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.


આ પહેલા છત્તીસગઢના બસ્તર વિભાગમાં 20 માર્ચે બે મોટા એન્કાઉન્ટર થયા. આમાં 30 નક્સલીઓ માર્યા ગયા હતા. પહેલું એન્કાઉન્ટર બીજાપુર-દંતેવાડા બોર્ડર પર અને બીજું કાંકેર-નારાયણપુર બોર્ડર પર થયું હતું.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓગસ્ટ 2024 અને ડિસેમ્બર 2024માં છત્તીસગઢના રાયપુર અને જગદલપુરની મુલાકાત લીધી હતી. તેમણે અહીં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ દરમિયાન, તેમણે વિવિધ પ્લેટફોર્મ પરથી નક્સલવાદીઓને તેમના હથિયાર સરેનડર કરવાની ચેતવણી આપી હતી. જો તમે હિંસાનો આશરો લેશો તો અમારા જવાનો તમને જવાબ આપશે. તેમણે 31 માર્ચ, 2026 સુધીમાં સમગ્ર દેશમાંથી નક્સલવાદનો ખાતમો કરવાની ડેડલાઈન પણ જાહેર કરી હતી. શાહ દ્વારા આ ડેડલાઈન જાહેર કર્યા પછી, બસ્તરમાં નક્સલવાદીઓ સામેની કાર્યવાહી વધુ તીવ્ર બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application