આ તારીખ સુધી રાજકોટ શહેરમાં હથિયારબંધી, જાણો વિગત... 

  • September 01, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી દિવસોમાં અનેક ધાર્મિક શોભાયાત્રાઓ અને તહેવારોની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે રાજકોટ શહેરમાં કોઇ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં તા. ૦૧-૦૯-૨૦૨૩ થી ૩૧-૧૦-૨૦૨૩ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે.
    

હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવા પર કે ધકેલવા પર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા પુતળા બાળવા તથા ફાસી આપવા પર, પ્રાઇવેટ સિકયુરટીના સંચાલક કે કર્મચારીએ પોતાની ફરજ સિવાયના સમયે હથીયાર રાખવા પર અથવા બીજા કોઇ સ્ફોટક પદાર્થો લઇ જવા પર, અથવા જાહેરમાં અન્ય લોકોને ત્રાસ થાય તે રીતે બુમો પડવા ગીતોગાવા કે વાદ્યો વગાડવા પર ચાઇનીઝ ચપ્પુઓ સાથે રાખવા તથા વેંચાણ કરવા ઉપર પ્રતિબંધ મૂકયો છે. પોલીસ કમિશ્નર, રાજકોટ શહેરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તાર પર આ પ્રતિબંધ લાગુ પડશે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. આ પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application