યુટ્યૂબર અરમાન મલિકે જોડિયા બાળકોના નામ જાહેર કર્યા

  • April 29, 2023 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • પ્રથમ પત્નીએ જન્મેલા દીકરા અને દીકરીના નામ પણ મુસ્લિમ રાખ્યા
  • ચાર સંતાનો પૈકી સૌથી મોટા પુત્રનું નામ ચિરાયુ, પછીના ઝૈદ, અયાન અને તુબા


ત્રણ દીકરા એક દીકરીના સંપૂર્ણ પરિવારના ચાર-ચાર સંતાનો સાથે જાણીતા યુટ્યુબર અરમાન મલિકની ખુશીઓ સાતમાં આકાશે પહોંચી ગઈ છે. અરમાન ત્રીજીવાર પિતા બની ચુક્યો છે. યુટ્યુબરની પહેલી પત્ની પાયલ મલિકે હાલમાં જ જુડવા બાળકોને જન્મ આપ્યો છે.


પાયલ પહેલાથી જ એક દીકરા ચિરાયુ મલિકની માતા છે. વળી, હવે ફરી એકવાર તેણીએ એક દીકરા અને દીકરીને જન્મ આપ્યો છે. તેની સાથે જ યુટ્યુબરે ન્યૂ બોર્નના નામ જાહેર કરી દીધાં છે.


બીજા દિકરાનું મુસ્લિમ નામ રાખતા નેટિઝન્સે અરમાનની ટીકા કરી હતી. ત્યારે યુટ્યૂબરે જવાબ આપ્યો હતો કે તે પોતાના સંતાનોના નામ સર્વધર્મ પર રાખવાનો છે. પરંતુ હવે ફરી અરમાને પોતાના નામની સાથે નવા જન્મેલા દિકારા-દીકરીના નામ પણ મુસ્લિમ રાખતા તેની ટીકા થવા લાગી છે. વળી દીકરીના નામનો અર્થ પણ કુર્આનમાં વર્ણવ્યા મુજબ જન્નતના એક દરવાજા પરથી રાખવામાં આવ્યું છે.

 

અરમાન મલિકની બીજી પત્ની કૃતિકા મલિકે લેટેસ્ટ વ્લોગમાં જણાવ્યું કે પરિવારે મળીને પાયલના દીકરાનું નામ અયાન મલિક અને દીકરીનું નામ તુબા મલિકા રાખવામાં આવ્યું છે. તેની સાથે જ કૃતિકાના આ નામ પાછળ પણ ઘણાં કારણો જણાવવામાં આવ્યા છે. વ્લોગમાં કૃતિકાએ જણાવ્યું કે, પાયલના પહેલા દીકરા ચિરાયુના જન્મ સમયે પણ અરમાન દીકરી ઈચ્છતો હતો અને તેણે ત્યારે જ તેનું નામ તુબા રાખવાનું વિચારી લીધું હતું. કૃતિકાએ કહ્યુ, 'જન્નતમાં એક એન્ટ્રી છે જેનું નામ તુબા છે.'
 

આ અંગે અરમાનના પરિવારે જારી કરેલા એક વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે આ ફેમિલી ક્મ્પલીટ થઇ છે. પરિવારમાં ત્રણ છોકરા અને અને એક દીકરી પણ આવી જતાં સંપૂર્ણ પરિવાર બન્યો છે. 


અરમાનની બીજી પત્ની કૃતિકાએ હાલમાં જ પોતાના પહેલા દીકરાને જન્મ આપ્યો હતો. મલિકે પરિવારે કૃતિકાના દીકરાનું નામ ઝૈદ રાખવામાં આવ્યું છે. આ સાથે જ યુટ્યુબર હવે ચાર-ચાર બાળકોનો પિતા બની ચુક્યો છે. 


આ ખબર સામે આવતા જ લોકો મલિક પરિવારને શુભકામના આપી રહ્યા છે. ફેન્સ કૃતિકા મલિક બાદ હવે પાયલ મલિકના બાળકોનો ચહેરો જોવાની ડિમાન્ડ કરી રહ્યા છે. કૃતિકાના બાળકોનો ચહેરો પણ અરમાને થોડા દિવસો બાદ જ બતાવ્યો હતો. જો કે કેટલીક તસવીરોમાં પાયલ અને અરમાને બાળકોના દેખાતા ચહેરાવાળા ફોટા પણ શેર કર્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application