મલાઈકા અને અર્જુન: એક બીજાની સામે જોવા રાજી નથી

  • July 27, 2024 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક સમરોહમા બન્નેએ અલગ અલગ જ્ગ્યા લીધી

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનો લેટેસ્ટ વીડિયો જોઈને યુઝર્સ પણ ચોંકી ગયા છે. અર્જુન અને મલાઈકા એક ઈવેન્ટમાં એકબીજાથી દૂર બેઠા હતા અને મલાઈકા-અર્જુનનો આ વીડિયો જોઈને યુઝર્સનું કહેવું છે કે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે.જ્યારે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા ત્યારે એવું લાગી રહ્યું હતું કે તેમની વચ્ચે બધુ બરાબર છે અને તેઓ વેકેશન પર જઈ રહ્યા છે. પરંતુ હવે જે વીડિયો સામે આવ્યો છે તેને જોતા લાગે છે કે અર્જુન અને મલાઈકાએ તેમના બ્રેકઅપની પુષ્ટિ કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી મલાઈકા અને અર્જુનના બ્રેકઅપના સમાચાર આવી રહ્યા હતા અને બંને સોશિયલ મીડિયા પર ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી રહ્યા હતા. અને હવે તેઓ એકબીજાને અવગણતા અને એક ફેશન ઈવેન્ટમાં અલગ-અલગ બેઠેલા જોવા મળ્યા હતા.મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનો આ વીડિયો એક પાપારાઝો દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જે સમાચારોમાં છે અને તેના પર ઘણી કોમેન્ટ્સ પણ આવી રહી છે. સામાન્ય રીતે મલાઈકા અને અર્જુન દરેક ઈવેન્ટમાં સાથે જોવા મળતા હતા અને સાથે જ બેસતા હતા, પરંતુ આ ઈવેન્ટમાં તેમની વચ્ચે ઘણું અંતર હતું અને તેઓ અલગ-અલગ બેઠા હતા.
મલાઈકા અર્જુનની અવગણના કરી, દૂર બેસી ગઈ
આ ઈવેન્ટ દરમિયાન જ્યારે અર્જુન કપૂર એક ફેન સાથે સેલ્ફી લઈ રહ્યો હતો ત્યારે મલાઈકા તેને નજરઅંદાજ કરીને તેનાથી દૂર ચાલી ગઈ હતી. પરંતુ અર્જુને તે દરમિયાન સારી ચેષ્ટા બતાવી. તે મલાઈકાની પાછળ હાથ મૂકીને તેને ભીડમાંથી પસાર થવામાં મદદ કરતો જોવા મળ્યો હતો. પરંતુ મલાઈકાએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. તેણે અર્જુન કપૂર તરફ પાછું વળીને પણ જોયું નથી. આ બધું જોઈને યુઝર્સનું કહેવું છે કે બંનેએ તેમના બ્રેકઅપની લગભગ પુષ્ટિ કરી દીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application