રાજકોટજિલ્લા પંચાયત પુર્વ વિપક્ષ નેતા અર્જુન ખાટરીયા અને રાજકોટ જિલ્લા પંચાયતના ચાર સદસ્યોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યેા ગાંધીનગર ખાતે સી.આર.પાટીલે અર્જુન ખાટરીયાને ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં સત્કાર્યા હતા અને મુખ્યમંત્રી સહિતના ભાજપ અગ્રણીઓની હાજરીમા અંદાજે ૫૦૦થી વધુ કાર્યકર્તાઓ જોડાતા કોબા કમલમ કાર્યાલય પર કેસરિયો છવાઈ ગયો હતો.
ગાંધીનગર કમલમમાં અર્જુન ખાટરીયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમા જોડાયા હતા. અર્જુન ખાટરીયા સાથે જિ.પં.ના ૪ સભ્યો ગીતા ચૌહાણ, મીરા ભાલોડિયા, ગીતા ચાવડા ભાજપમાં જોડાયા હતા. ૫૦૦થી વધુ કાર્યકરો સાથે અર્જુન ખાટરીયા જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ, સહકારી ક્ષેત્રના હોદ્દેદારો જોડાયા હતા.આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો ધારાસભ્યો ઉપસ્થિત રહયા હતા.
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ભરતી મેળો શ કર્યેા છે રાજકોટ જિલ્લ ા પંચાયતના પૂર્વ વિપક્ષના નેતા તેમજ વડોદરા ના સાવલી જિલ્લ ા પંચાયતના ૧૫૦૦ જેટલા આગેવાનો આજે કમલમ ખાતે આવી પહોંચ્યા હતા અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરિયા ખેંસ ધારણ કરી ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યેા હતો.
આજે બપોરે ૧ વાગ્યે ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તાજેતરમાં જ કોંગ્રેસને બાયબાય કરનાર રાજકોટ જિલ્લ ા પંચાયતના વિપક્ષી નેતા અને જિલ્લ ા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા અર્જુન ખાટરીયાએ ભાજપ પ્રવેશ કર્યેા હતો. અર્જુન ખાટરીયાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ખેસ અને કેસરીયા ટોપી પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યુ હતું. તેમની સાથે રાજકોટ જિલ્લ ા પંચાયતના ચાર સદસ્યોને પણ ભાજપમાં આવકારવામાં આવ્યા હતાં.
હવે અર્જુન ખાટરીયા કોંગ્રેસમાંથી જતા રાજકોટ જિલ્લ ામાં કોંગ્રેસ વધુ નબળી પડશે.જે તે સમયે રાજકોટ જિલ્લા પંચાયતમાં જયારે અર્જુન ખાટરીયાના પત્ની અલ્પાબેન ખાટરીયા પ્રમુખ હતા ત્યારે ભાજપના અનેક પ્રયાસો છતાં જિલ્લ ા પંચાયતમાંથી કોંગ્રેસનું શાસન તોડી શકાયુ ન હતું.
ગોંડલ પંથકના સહકારી અગ્રણી ઘનશ્યામ ખાટરીયાના પુત્ર અર્જુન ખાટરીયા છેલ્લ ા ઘણા સમયથી કોંગ્રેસના જિલ્લ ાના ટોચના અગ્રણી તરીકે કાર્યરત હતા. પરંતુ તાજેતરના રાજકીય પ્રવાહો અને રાજકોટ જિલ્લ ા બેંક અને સહકારી ક્ષેત્રના આંતર પ્રવાહો બદલાતા ખાટરીયાને ભાજપમાં પ્રવેશ લેવાનો નિર્ણય કરવો પડયો છે.
દરમિયાનમાં આજે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ, આપ અને અપક્ષ સહિતના વિવિધ પૂર્વ ધારાસભ્યો, રાયની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો સદસ્યો, જિલ્લ ા પ્રમુખો અને અગ્રણીઓએ આશરે ૧૫૦૦ થી વધુ ટેકેદારો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યેા હતો.
આગામી લોકસભાની ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પક્ષ પ્રમુખ સી.આર.પાટીલ ,પ્રાદેશિક સંગઠન સહિતના નેતાઓ વિપક્ષ માટે પરિસ્થિતિ કપરી બનાવી રહ્યા હોય તેમ નવા પક્ષમાં જોડાયેલા નેતાઓને પ્રોત્સાહન પૂં પાડી ચુંટણી લક્ષી કામમાં જોડાવવા માર્ગદર્શન આપ્યું હતું.
રાજકોટ થી ૧૨ બસ ,૩ મિનિ બસ, ૨૦ ગાડીનો કાફલો કમલમ આવ્યો
અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે તેવી અટકળો છેલ્લ ા ઘણા સમયથી ચાલી રહી હતી. ત્યારે આજે રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા તથા જિલ્લા કોંગ્રેસના પીઢ નેતા અર્જુન ખાટરિયા ૧૨ બસ, ૩ મીનીબસ અને ૨૦ કારના કાફલા સાથે ગાંધીનગર સ્થિત કમલમમાં પહોંચ્યા હતા. અને તેમણે શકિત પ્રદર્શન કયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech