ઇમોશનલ પોસ્ટમાં ફેન્સને ચિંતા ન કરવા હિદાયત આપી
અરિજિત સિંહ બોલિવૂડનો સૌથી મોંઘો અને પોપ્યુલર સિંગર છે. 11 ઓગસ્ટનાં રોજ બ્રિટનમાં લાઇવ કોન્સર્ટ થવાની હતી જેને કેન્સલ કરી છે. ફેન્સને જણાવ્યું કે અચાનક મેડિકલ ટ્રિટમેન્ટ લેવી પડી છે. જો કે તેને એમ પણ કહ્યું હતું કે ચિંતાની કોઈ જરૂર નથી.
અરિજિત સિંહની એક પોસ્ટે ફેન્સને હેરાન કરી દીધાં છે. આ પોસ્ટ અનુસાર અરિજિત સિંહ મેડિકલ ટ્રિટમેન્ટમાંથી પસાર થઇ રહ્યો છે. આ કારણે અરિજિત સિંહે એની બ્રિટેનમાં થનારી કોન્સર્ટને કેન્સલ કરી દીધી છે. આ કોન્સર્ટ 11 ઓગસ્ટનાં રોજ બ્રિટનનાં અલગ-અલગ ભાગમાં થવાની હતી. અરિજિત સિંહે કોન્સર્ટ કેન્સલ કરવા માટે ફેન્સની માફી માગી છે. આ સાથે દુખ પણ વ્યક્ત કર્યું છે. આ પોસ્ટમાં ફેન્સનાં નામનો એક મેસેજ પણ લખ્યો છે.
અરિજિત સિંહે આગળ લખ્યું કે, ચલો આ ઇવેન્ટને વધારે સારી અને જાદુઇ બનાવવા માટેનું વચન આપું છે. અરિજિત પોસ્ટપોન થયેલાં શોની નવી તારીખો વિશે જણાવ્યુ છે. અરિજિતે જણાવ્યું કે, લંડનમાં 15 સપ્ટેમ્બર, બર્મિંધમમાં 16 સપ્ટેમ્બર, 19 સપ્ટેમ્બરનાં રોજ રોટરડેમ અને 22 તારીખ મેનચેસ્ટરમાં એની કોન્સર્ટ થશે. આ સિવાય અરિજિતે ફેન્સને ધીરજ રાખવાની પણ વાત કરી છે.
અરિજિતને શું થયુ છે? આ વિશે સિંગરે જણાવ્યું નથી. જો કે આ પોસ્ટથી ફેન્સ ચિંતામાં છે કે એમની હેલ્થ જલદી સારી થઇ જાય. ફેન્સ એમને જલદી ઠીક કરવાની વાત કરી રહ્યાં છે. અહી જણાવી દઈએ કે અરિજિત સિંહ 160 કરોડ પ્રોપર્ટીનો માલિક છે.
અરિજિત સિંહ ભારતના ટોપનો સિંગર જ નહીં પણ ખૂબ જ અમીર પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2020માં તેની નેટવર્થ અંદાજે 52 કરોડ રૂપિયા છે. તે એક કલાકની કોન્સર્ટ માટે 1.5 કરોડ રૂપિયા અને એક ગીત ગાવા માટે 10 લાખ રૂપિયા ફી લે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech