મોરબીના માધાપર વિસ્તારમાં મહિલાના સસરાને ગાળો ના બોલવા જણાવતા આરોપીએ મહિલાના જેઠને છરીનો ઘા મારી ઈજા કરી ઢીકા પાટું માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
વાવડી રોડ પર મીરાં પાર્ક ક્રિષ્ના પાન શેરીમાં રહેતા ગાયત્રીબેન વિશાલભાઈ મારૂ નામની મહિલાએ આરોપી રાજુભાઈ સવાભાઇ પીપળીયા રહે માધાપર શેરી નં ૨૨ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૩ ના રોજ ફરિયાદીના પતિ ઘરે હાજર હોય ત્યારે બાજુમાં રહેતા કાનાભાઈ રબારીએ ફોન કરી તમારા જેઠ મનીષભાઈને બાજુમાં રહેતા રાજુભાઈ પીપળીયા સાથે ઝઘડો થયાનું જણાવ્યું હતું જેથી સ્થળ પર જતા મેલડી માતાજી મંદિરે, માધાપર શેરી નં ૨૨ પાસે જેઠ મનીષભાઈ જામીન પર બેઠા હતા જેને પગમાંથી લોહી નીકળતું હતું અને જેઠ મનીષભાઈને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે રાજુભાઈએ તેની પાસે રહેલ છરીથી એક ઘા મારી ઈજા કરી હતી.
જે રાજેશભાઈ બાઈક લઈને જેઠની બાજુમાં ઉભો હતો અને મહિલાને જોઇને પોતાનું બાઈક લઈને ભાગવા જતા બૂમો પાડી હતી કે મારા જેઠને છરી મારી ક્યાં જાય છે કહેતા કાઈ જવાબ આપ્યો ના હતો અને પોતાનું બાઈક લઈને જતો રહ્યો હતો રાજુએ મહિલાની હાજરીમાં જેઠને આજે તું બચી ગયો હવે પછી સામે મળ્યો તો જાનથી મારી નાખીશ કહીને ગાળો આપી જતો રહ્યો હતો આમ ગત તા. ૨૩ માર્ચના રોજ ફરિયાદીના જેઠ મનીષભાઈ માધાપરમાં હોય ત્યારે રાજુભાઈએ કોઈપણ કારણ વગર પોતાના પિતાને ગાળો બોલતો હોય જે ગાળો ના બોલવાનું કહેતા ઢીકા પાટું માર મારી ઈજા કરી છરી વડે જેઠ ને ઈજા પહોંચાડી નાસી ગયો હતો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યાયતંત્ર પર ટિપ્પણી કરવા બદલ સુપ્રીમ કોર્ટે દુબેને લગાવી ફટકાર
May 09, 2025 10:24 AMભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech