જો તમે પણ ઘરે સાદી ખીચડી ખાઈને કંટાળી ગયા હોવ તો આ સમાચાર તમારા માટે છે. હવે તમે ઓછા સમયમાં સ્વાદિષ્ટ મસાલેદાર બટર ખીચડી બનાવી શકો છો. બટર ખીચડી એક એવી વાનગી છે જે બાળકોથી લઈને વડીલો સુધી દરેકને પસંદ હોય છે. જો તમે પણ કોઈ ખાસ અને અદ્ભુત વાનગી બનાવવા માંગો છો, તો આ ખાસ રેસિપીને અનુસરો.
બટર ખીચડી બનાવવા માટેની સામગ્રી
ઘરે સ્વાદિષ્ટ અને અનોખી બટર ખીચડી બનાવવા માટે તમારે કેટલીક સામગ્રીની જરૂર પડશે. જેમ કે 1 કપ મગની દાળ, 1 કપ ચોખા, 2-3 બારીક સમારેલા લીલા મરચાં, 1 ઇંચ છીણેલું આદુ, 1 ટી-સ્પૂન જીરું, ચપટી હિંગ, 1 ટી-સ્પૂન હળદર, 1 ટી-સ્પૂન લાલ મરચું પાવડર, 1 ટી-સ્પૂન, એક ચમચી ધાણા પાવડર, સ્વાદ મુજબ મીઠું, 2-3 ચમચી ઘી, તાજા બારીક સમારેલી કોથમીર અને લીંબુનો રસ.
ટેસ્ટી બટર ખીચડી બનાવવાની રીત
ટેસ્ટી બટર ખીચડી બનાવવા માટે સૌ પ્રથમ મગની દાળ અને ચોખા બંનેને બે થી ત્રણ વાર ચોખ્ખા પાણીથી સારી રીતે ધોવાના છે. ત્યાર બાદ આ બંને વસ્તુઓને થોડી વાર પાણીમાં પલાળી રાખો. હવે કૂકરમાં પલાળેલી દાળ અને ચોખા મૂકો.
આ પછી કુકરમાં સ્વાદ પ્રમાણે હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને અન્ય મસાલા નાખો. તેમાં પાણીનું પ્રમાણ થોડું વધારે હોવું જોઈએ. કુકરમાંથી ત્રણ-ચાર સીટી વાગે એટલે એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં જીરું અને હિંગ ઉમેરો.
જીરું બરાબર સાંતળી જાય એટલે તેમાં લીલાં મરચાં અને છીણેલું આદુ ઉમેરો. જો તમે ઈચ્છો તો તેમાં બારીક સમારેલી ડુંગળી અથવા ટામેટાં પણ ઉમેરી શકો છો. હવે કુકરમાં બધા શેકેલા મસાલા નાખીને બરાબર મિક્ષ કરી લો.
હવે આ ખીચડીને એક બાઉલમાં કાઢીને તેમાં બારીક સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરીને સર્વ કરો. જો તમે તમારી ખીચડીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માંગો છો, તો તમે તમારી પસંદગી મુજબ કેટલાક શાકભાજી ઉમેરી શકો છો.
જો તમને દહીં ગમે છે, તો તમે ખીચડી સાથે દહીં પણ સર્વ કરી શકો છો. આ ખીચડીનો સ્વાદ વધારવા માંગતા હોવ તો તમે ઉપર ઘી કે માખણ પણ ઉમેરી શકો છો. તેનાથી તમારી ખીચડી વધુ સ્વાદિષ્ટ લાગશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન માલિકોના આરટીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ કરશે સસ્પેન્ડ
November 22, 2024 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech