આજકાલ હદય રોગનું પ્રમાણ લોકોમાં વધી ગયું છે. લોકોની વ્યસ્ત જીવનશૈલીને અને કામના તણાવને લીધે હદય રોગનું પ્રમાણ લોકોમાં વધી ગયું છે.લોકોમાં હાર્ટએર્ટેક વધી ગયા છે. તેથી ડોકટર ઘરે બનેલ અને પોષણ યુક્ત ભોજન લેવાનું કહે છે અને તણાવ ઘટાડવાનું કહે છે. અને કસરત કરતી વખતે જો થાકી જાય તો થોડી વાર રેસ્ટ લઈ કસરત કરવાનું કહે છે અને ખાસ કરીને શરીરનું વધારાનું વજન ઓછું કરવાનું કહે છે. શરીરનું વધારાનું વજન ઓછું થાય એ ખૂબ જરૂરી છે. શરીરનું વજન ઘટે તો હૃદય પરનો બોજ પણ ઘટે છે. માટે વજન ઘટે તેવો આહાર લેવો.
હૃદયરોગનો હુમલો આવે તો આહારમાં શું લેવું
જો હૃદયરોગનો હુમલો આવ્યો હોય તો દર્દીને શરૂમાં પ્રવાહી ખાદ્યો, ફળના રસ, શાકનાં સૂપ, બ્રેડ, ઉપમા, દૂધ-ખીચડી જેવા સરળતાથી પચે તેવા પ્રવાહી, અર્ધપ્રવાહી અને નરમ વસ્તુ ,પુલાવ, ઈડલી, ઢોકળાં, મુઠિયા, હાંડવો, ખાખરા, પૌંઆ જેવા બાફેલાં, વઘારેલા, ઓછાં તેલ અને નમકવાળાં ખાદ્યો આહારમાં લેવાં.
હૃદયરોગનો હુમલો આવે તો આહારમાં શું ન લેવું ?
જો હૃદયરોગનો હુમલો આવે તો આહારમાં તૈયાર માખણ, સોલ્ટેડ બટર, સોલ્ટેડ ચીઝ, કાચું દૂધ, ભેંસનું દૂધ, પોટેટો ચીપ્સ, ક્રેકર્સ, ચટાકા-પટાકા કે કુરકરે જેવા મસાલેદાર અને નમકીન એક્સ્ટડેડ ફૂડ્સ, નૂડલ્સ, સૂપ પાઉડર, કરી પાઉડર વગેરે ન લેવા. કેમ કે આ બધામાં સોડિયમ ઊંચી માત્રામાં હોય છે. ટોમેટો સોસ, સોયા સોસ, સેઝવાન સોસ, વિનેગર, આજીનો મોટો, બેકિંગ સોડા, ખાવાનો સોડા, પાપડિયો ખારો, ચીલી સોસ, અથાણા, ચટણી, પાપડ વગેરે સોડિયમથી ભરપૂર હોવાથી ન લેવા. હૃદયરોગના હુમલા બાદ શરૂઆતના ભોજનમાં કાચા સલાડ, અંકુરિત અનાજ-કઠોળ, લીલી ભાજી ન આપવા. કોબીજ, બટેટા, ફ્લાવર, વાલ, વટાણાં, ચોળી, અડદ જેવા ગૅસ-વાયુ કરે તેવાં ખાદ્યો બિલકુલ ન લો. હૃદયરોગના દર્દીએ કબજિયાત અને ગૅસ બિલકુલ ન થાય એનું ધ્યાન રાખવું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech