ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ અને વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકોમાં સુગર ફ્રી પ્રોડક્ટ્સ ખાંડનો વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ શું તેઓ સ્વાસ્થ્ય માટે સારી છે?
સુગર ફ્રી પ્રોડક્ટ્સના ગેરફાયદા
ખાંડના ઓપ્શનમાં લોકો સુગર ફ્રી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે જે લોકો ડાયાબિટીસથી પીડિત છે અથવા જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓ તેનું વધુ સેવન કરે છે પરંતુ શુગર ફ્રી પ્રોડક્ટ્સ આપણા સ્વાસ્થ્ય માટે સારી છે કે તેનાથી નુકસાન થાય છે?
સુગર ફ્રી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કઈ રીતે થાય છે
સુગર ફ્રી ઉત્પાદનો એ તે ખોરાક છે જેમાં સાદી ખાંડને બદલે કૃત્રિમ મીઠાશનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્વીટનર્સ સામાન્ય રીતે સેકરિન અથવા સ્ટીવિયા જેવા પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. આને ખાંડનો તંદુરસ્ત વિકલ્પ માનવામાં આવે છે કારણ કે તેમાં ઓછી કેલરી હોય છે.
નિષ્ણાતોનો અભિપ્રાય
ઘણા નિષ્ણાતો માને છે કે સુગર ફ્રી પ્રોડક્ટ્સનો ઉપયોગ ટૂંકા ગાળા માટે સારો હોઈ શકે છે, પરંતુ જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
સુગર ફ્રી પ્રોડક્ટ્સની આડ અસરઃ કેટલાક અભ્યાસો અનુસાર વધુ માત્રામાં સુગર ફ્રી પ્રોડક્ટ્સનું સેવન કરવાથી પેટમાં ગેસ, માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી શરીરમાં ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સની સમસ્યા પણ થઈ શકે છે, જેનાથી ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.
કુદરતી મીઠાશના ફાયદા: ઘણા નિષ્ણાતો એવું પણ કહે છે કે સંતુલિત માત્રામાં પ્રાકૃતિક ખાંડ ફળો નું સેવન કરવું વધુ ફાયદાકારક છે, કારણ કે તેમાં અન્ય પોષક તત્વો પણ હોય છે, જે શરીરને ઉર્જા આપવાની સાથે સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે.કુદરતી મીઠાશ ફળો, શાકભાજી, મધ અને અન્ય કુદરતી સ્ત્રોતોમાંથી મળે છે, તેને યોગ્ય રીતે તમારા આહારમાં સામેલ કરીને, તમે માત્ર મીઠાશનો આનંદ જ નહીં, પણ શરીરને જરૂરી પોષક તત્વો પણ પ્રદાન કરી શકો છો.
ફળોનું સેવન કરો: કુદરતી મીઠાશ સાથે ફળોમાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે, જે શરીર માટે ફાયદાકારક હોય છે. તમે તેને નાસ્તામાં ખાઈ શકો છો.
મધ અને ગોળનો ઉપયોગઃ મધ અને ગોળ કુદરતી મીઠાશના ઉત્તમ સ્ત્રોત છે. તમે તમારા ખોરાક અને પીણાંમાં ખાંડની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકો છો.
ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગઃ ખજૂર, અંજીર, કિસમિસ જેવા ડ્રાય ફ્રૂટ્સમાં પ્રાકૃતિક ખાંડ હોય છે, જે આરોગ્યપ્રદ છે. તેમને મીઠાઈઓ, સ્મૂધી અથવા નાસ્તામાં ઉમેરીને ખાઈ શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએસ્સાર ગ્રુપના મોભી શશીકાંત રૂઇયાનું દુ:ખદ નિધન
November 26, 2024 12:33 PMરાજકોટમાં રોગચાળો વકર્યો : તાવ, શરદી, ઉધરસ અને ડેન્ગ્યુના કેસ વધુ નોંધાયા
November 26, 2024 12:09 PMરોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગર દ્વારા મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો : નિષ્ણાંત તબીબોએ સેવા આપી
November 26, 2024 12:06 PMસૈનિક સ્કૂલ બાલાચડી ૧૯૭૪ પાસ આઉટ બેચની મુલાકાત પોતાની ભુતપૂર્વ શાળા સૈનિક શાળા બાલાચડી ખાતે
November 26, 2024 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech