સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર ચુકાદો આપતાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. જસ્ટિસ ગવઇએ કહ્યું કે પોતાનું ઘર લોકો માટે એક સપનું હોય છે, તે તૂટવું ના જોઇએ. ગુનાખોરીની સજાપે લોકોનું ઘર તોડી પાડવું એ કયાંનો ન્યાય? લોકતત્રં સિદ્ધાંતો અંગે પણ વિચારવા જોઈએ. કોઇનું ઘર એટલા માટે તોડી પાડવું કે તે દોષિત છે તે યોગ્ય નથી. સત્તાનો દુપયોગ સાંખી લેવામાં આવશે નહીં અધિકારીઓ કોર્ટની જેમ કામ ન કરે તે જજ નથી. ખોટી રીતે મકાન તોડી પાડવા બદલ વળતર મળવું જોઈએ, જવાબદાર અધિકારીઓને બક્ષવામાં નહી આવે.
લોકતંત્રમાં નાગરિકોના અધિકારોની રક્ષા થવી જ જોઈએ. સરકારની સત્તાનો દુપયોગ ન થવો જોઇએ. કાયદાને ધ્યાનમાં રાખીને જ સરકારે કામગીરી કરવી જોઈએ. અમે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ આ ફરમાન સંભળાવી રહ્યા છીએ. અમે નિષ્ણાતોના સૂચનોને પણ ધ્યાનમાં લીધા છે. કોઈપણ પ્રકારનો કેસ ચલાવ્યા વિના આ કેવી રીતે સજા કહેવાય. સરકાર આવુ ના કરી શકે. કાયદો વ્યવસ્થા જાળવવી એ રાયની જવાબદારી. સરકાર દ્રારા મરજી મુજબની કાર્યવાહી ન કરી શકાય. આરોપી સામે પૂર્વાગ્રહને ધ્યાનમાં રાખી કાર્યવાહી ન થવી જોઈએ.
કોર્ટે કહ્યું કે, કાયદાનું શાસન હોવું જોઈએ. બુલડોઝર એકશન ભેદભાવપૂર્ણ ન હોય શકે. ખોટી રીતે ઘર તોડવા પર વળતર મળવું જોઈએ. જવાબદાર અધિકારીઓને છોડવામાં નહીં આવે. અમે તમામ પક્ષને સાંભળ્યા બાદ આદેશ કર્યેા છે. અમે નિષ્ણાંતોની સલાહ પર પણ વિચાર કર્યેા છે.
આરોપી એક હોય તો સજા આખા પરિવારને કેમ આપવી? કોઈને પણ કાર્યવાહી કરતાં પહેલા એનો પક્ષ રજૂ કરવાની તક આપવી જોઈએ. ગેરકાયદે બાંધકામ હોય તો પણ કાર્યવાહી કરવા માટે સમય આપવો જોઈએ. નિયમ મુજબ નોટિસ આપવી જોઈએ અને પછી કોઈ આવા એકશન લેવાય. જેમના પણ મકાનો ખોટી રીતે તોડી પાડવામાં આવ્યા છે તેમને સરકાર દ્રારા વળતર ચૂકવવામાં આવે. બુલડોઝરની કાર્યવાહી પક્ષપાત આધારિત ન હોવી જોઈએ. બુલડોઝર ન્યાય સ્વીકાર્ય જ નથી. બુલડોઝરની કાર્યવાહી જ કાયદાનો ન્યાય ન હોવાનો ભય દર્શાવે છે.
કોર્ટે અધિકારીઓની ઝાટકણી કાઢતાં કહ્યું કે, મનમાનું વલણ સહન કરવામાં નહીં આવે. અધિકારીઓ અધિકારીઓ મનસ્વી રીતે કામ ન કરી શકે. સુનાવણી વિના કોઈને દોષિત જાહેર ન કરી શકાય.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સામાન્ય નાગરિક માટે પોતાનું ઘર બનાવવું એ ઘણા વર્ષેાની મહેનત, સપના અને આકાંક્ષાઓનું પરિણામ છે. ઘર સુરક્ષાનું પ્રતીક છે અને ભવિષ્ય માટે સામૂહિક આશા છે અને જો તેને લઈ લેવામાં આવે તો સત્તાવાળાઓએ સાબિત કરવું પડશે કે આ પગલું તેમનો એકમાત્ર વિકલ્પ હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech