યુવાનોમાં સુંદર લોકેશન સાથે લગ્ન કરવાની વિચિત્ર અને અનોખી રીતો વધુને વધુ લોકપ્રિય બની રહી છે. સાઉદી અરેબિયાના અબુ અલ ઓલા અને યાસ્મીન દફ્તરદારે તેમના લગ્ન માટે લાલ સમુદ્રની પસંદગી કરી હતી. ડાઇવિંગના શોખીન આ દંપતિએ માત્ર સમુદ્રની સુંદરતા જ નથી દશર્વિી પરંતુ તેની ઇકોસિસ્ટમને બચાવવાનો સંદેશ પણ આપ્યો છે. જેદ્દાહના કિનારે પરવાળાના ખડકો અને દરિયાઈ પ્રજાતિઓ વચ્ચે આ દંપતીએ લગ્ન કયર્.િ
લગ્ન કરનાર ઓલાએ કહ્યું કે, તે ખરેખર એક અદ્ભુત અને આશ્ચર્યજનક ક્ષણ હતી. આ જોઈને અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે ખરેખર એક સુંદર અને અવિસ્મરણીય અનુભવ હતો. 2021માં ભારતમાં પ્રથમ પાણીની અંદર લગ્ન થયાં હતાં. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં આઈટી એન્જિનિયરો વી. ચિન્નાદુરાઈ અને એસ. શ્વેતાએ દરિયામાં લગભગ 60 ફૂટ નીચે જઈને સાત ફેરા લીધા હતા. તેઓએ પાણીના પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે આ લગ્ન શૈલી પસંદ કરી હતી.
અબુ અલ ઓલા અને યાસ્મીન પોતે ડાઇવર્સ છે, તેથી તેમના ડાઇવિંગ સાથીઓના જૂથે આ અનોખું આયોજન કર્યું હતું. કેપ્ટન ફૈઝલ ફ્લામ્બનના નેતૃત્વમાં આ ડાઇવિંગ ટીમે જરૂરી સાધનોની વ્યવસ્થા કરી હતી. આ ઇવેન્ટમાં ત્યાં હાજર વર-ક્ધયા અને ટીમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. આ અસાધારણ લગ્ન દ્વારા ઓલા અને યાસ્મીન સમુદ્રના અમોઘ ખજાનાની શોધ અને સંરક્ષણનો સંદેશ ફેલાવવા માંગે છે. ઓલાએ કહ્યું, આ સાથે અમે સ્વપ્નદ્રષ્ટા નેતા પ્રિન્સ બિન સલમાનના સપ્નાને સાકાર કરવામાં યોગદાન આપવા માંગીએ છીએ. સલમાને દરિયાઈ પર્યટન અને તેના ઈકોસિસ્ટમને બચાવવા માટે અનેક અભિયાનો શરૂ કયર્િ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech