અઠવાડીયા પુર્વે ઇછાણી ફળીમાં વૃઘ્ધના મકાનમાં તસ્કરો ત્રાટકયા : 9 તોલા સોનુ અને 3 લાખની રોકડની ઉઠાંતરી : ડોગ સ્કવોડ-એફએસલની મદદથી પોલીસની તપાસ : સીસી કેમેરા ચેક કરવા સહિતની કાર્યવાહી
જામનગરના સેન્ટ્રલ બેંક પાસે આવેલ ઇછાણી ફળીમાં એક વૃઘ્ધના મકાનની ઝાળી ઉચકાવી અંદર પ્રવેશી કબાટમાંથી સોનાના 9 તોલા દાગીના અને 3 લાખની રોકડ મળી કુલ 8.85 લાખના મુદામાલની ચોરી કરી જતા ભારે ચકચાર મચી જવા પામી છે આ અંગે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે, પોલીસ દ્વારા એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના એરફોર્સ-2 રોડ પર ઓશવાળ સોસાયટી-3 ખાતે રહેતા સર્વેયર આનંદ કિરીટભાઇ બુઘ્ધભટ્ટીએ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં અજાણ્યા ચોર ઇસમો સામે ફરીયાદ નોંધાવી હતી.
વિગત મુજબ શહેરના સેન્ટ્રલ બેંક પાસે ઇછાણી ફળીમાં ફરીયાદીના નાના બાપુનું ઘર આવેલુ છે દરમ્યાન ગત તા. 8-10-24 રાત્રીના કોઇ સુમારે નાના બાપુના ઘરના મેઇન દરવાજાના લોખંડની ઝાળી અજાણ્યા શખ્સોએ ઉંચકાવીને અંદર પ્રવેશ કર્યો હતો, ઘરની અંદર મની દિવાલમાં કબાટમાંથી સોનાની બે બંગડી, સોનાના 3 ચેન, સોનાની 4 વિંટી, સોનાની બુંટી હીરાવાળી જોડી-1, સોનાની કડી-જોડી તથા સોનાની પટ્ટીવાળા લાલ પાટલાની જોડી આમ આશરે 9 તોલા ઘરેણા જેની અંદાજે કિ. 5.85 લાખ તથા ભુમીનું પોર્ટફોલીયુ જેમાં રોકડા ા. 3 લાખ રાખેલા હતા જે મળી કુલ 8.85 લાખના મુદામાલની ચોરી કરી ગયા હતા.
અઠવાડીયા પુર્વે ચોરીનો બનાવ બન્યો હતો અને ગઇકાલે આ બાબતની જાણ થતા સીટી-એ ડીવીઝન પોલીસનો સંપર્ક કર્યો હતો અને વિધીવત અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવવામાં આવી છે, આ બનાવ સબંધે સીટી-એ પીઆઇ ચાવડાની સુચનાથી પોલીસ ટુકડી દ્વારા એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ લંબાવવામાં આવી છે.
પોલીસ દ્વારાા ઘટના સ્થળ આજુબાજુના સીસી કેમેરા ચેક કરવામાં આવી રહયા છે, ચોરી પાછળ કોઇ જાણભેદુનો હાથ છે કે કેમ એ દીશામાં પણ ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે, હાલ ફરીયાદના આધારે અલગ અલગ દીશામાં તપાસનો કેમેરો કેન્દ્રીત કરવામાં આવ્યો છે અને ચોરી સબંધે પોલીસને કડી મળી હોવાનું પણ જાણવા મળ્યું છે. શહેરમાં ઘરફોડ ચોરીના બનાવ વધી રહયા છે જો કે તાજેતરમાં થયેલી ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોપાટી પર સફાઈ અભિયાનનું નાટક કરતા નેતાઓ અસ્માવતિઘાટે મહા સફાઈ અભિયાન યોજે
November 14, 2024 10:22 AMગિરનારની પરિક્રમા અંતિમ ચરણમાં, ભાવિકોની સંખ્યામાં અર્ધેાઅર્ધ ઘટાડો
November 14, 2024 10:22 AMજામનગરમાં ઠંડીની શરૂઆત: લઘુત્તમ તાપમાન 19 ડીગ્રી
November 14, 2024 10:19 AMવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech