પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કાર્યક્રમ યોજાયો: પ્રવાસન, ઓદ્યોગિક વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ગુજરાતનાં વિકાસમાં ફાળો આપનારા દરેક સ્થાનનું આગવું મહત્વ
જામનગર શહેર અને જિલ્લાના વિવિધ 143 પ્રકલ્પોના કુલ ા.114.83 કરોડના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરતાં જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન તથા સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ પૂર્ણ થયેલ છે. જેને રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં ભારત દેશનું નામ રોશન થયું છે. સાથે સાથે તેઓનો ગુજરાતનાં વિકાસમાં પણ સિંહ ફાળો રહ્યો છે. નર્મદા ડેમની ઊંચાઈ વધારીને ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. ગુજરાતને વંદે ભારત જેવી ટ્રેન થકી સુદ્રઢ રેલ નેટવર્ક પ્રાપ્ત થયેલ છે. નર્મદા નદીના કાંઠે સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ટુરિઝમને નવો વેગ મળ્યો છે. શિવરાજપુર બીચ, સુદર્શન સેતુનું નિમર્ણિ થવાથી બેટ-દ્વારકાનો વિકાસ થશે. જામનગરમાં ઉદ્યોગોનો સતત વિકાસ થઈ રહ્યો છે. શહેરના રણમલ તળાવની કાયા પલટ કરીને ા.45 કરોડના ખર્ચે અનેક વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. લખોટા મ્યુઝિયમનું ા.18 કરોડના ખર્ચે રેસ્ટોરેશન અને ક્ધઝર્વેશન કરીને ઐતિહાસિક વારસાને ઉજાગર કરવામાં આવ્યો છે.
શહેરની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં ત્રણ ઓવરબ્રિજ, એક અંડરબ્રિજ બન્યા છે. હાપા પાસે 41.89 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું તથા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફલાય ઓવરબ્રિજનું કામ પ્રગતિ હેઠળ છે. જામનગરના રમતવીરો માટે સ્પોટ્ર્સ કોમ્પલેક્ષ, ઓડિટોરિયમ બનાવવામાં આવ્યા છે. જામનગરનો વધુમાં વધુ વિકાસ થાય તે દિશામાં ગત 20 વર્ષમાં અનેક આયોજનો થયા છે. ગુજરાતનાં ગરબાને વૈશ્વિક ઓળખ મળી છે. ત્યારે અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિના આયોજન થકી અનેક ધંધાર્થીઓની આવકમાં વધારો થયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત સહિત સમગ્ર દેશનો અવિરત વિકાસ થઈ રહ્યો છે.
જામનગરમાં 31.65 કરોડના કામોના ઇ-લોકાર્પણ થયા જેમાં મહાકાળી સર્કલ થી બેડી સર્કલ રિંગ રોડ પાસે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સ્વચ્છ ભારત મિશન ગ્રાન્ટ અંતર્ગત 6 રોડ સ્વીપર મશીન, દેવરાજ દેપાળ અને સોનલનગર પ્રાથમિક સ્માર્ટ શાળામાં ડિઝાઇન અને ડેવલોપના કામો, 37 આંગણવાડીઓને અપગ્રેડ કરવાના કામો, લાખોટા તળાવ ખાતે લાઇબ્રેરી અને ગેમિંગ ઝોન માટે આંતરિક ફર્નિચરના કામો અને તળાવના સિન્થેટિક ટ્રેકના નવીનીકરણનું કામ, વોર્ડ નં.11 માં કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ, વોર્ડ નં. 6માં સીસી રોડના કામ, વોર્ડ નં.11 માં બાવરીવાસમાં આંગણવાડી, શ્યામ ટાઉનશિપમાં નંદઘર, આદર્શ સ્મશાનમાં પૂર સંરક્ષણ દીવાલ જેવા વિવિધ કામો પૂર્ણ થતાં મંત્રીશ્રીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શઆત દીપ પ્રાગટ્ય અને સાંસ્કૃતિક કૃતિઓથી કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત સૌએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં લોક કલાકાર શ્રી હરીદેવ ગઢવી અને તેમની ટીમ દ્વારા ભવ્ય લોકડાયરો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસૂયર્એિ મહેમનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ ધારાસભ્યો સર્વ મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોશી, કલેકટર બી. કે. પંડયા, કમિશનર ડી. એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અગ્રણીઓ રમેશભાઈ મૂંગરા, વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ, પ્રાંત અધિકારીઓ, પૂર્વ મંત્રી વસૂબેન ત્રિવેદી, વિવિધ વોર્ડના કોર્પોરેટરો, અગ્રણીઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રાકેશભાઈ અકબરી દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech