અરજદારો આગામી તા.27 જૂન સુધી અરજી પત્રક ભરી શકશે
જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકામાં બીજલકા, રાજપર અને રોઝીયા પ્રાથમિક શાળા- આ તમામ ગામોની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક, રસોયા, મદદનીશની જગ્યાઓ ભરવાની છે.
જેમાં, ફરજ બજાવવા અંગે ઈચ્છુક ઉમેદવારોએ આગામી તારીખ 27 જૂન સુધીમાં તેમનું નિયત નમૂના સાથેનું અરજી પત્રક ધ્રોલ મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી કચેરી સમય દરમિયાન આવીને રૂબરૂ મેળવી લેવાનું રહેશે. અરજદારોએ આ અરજી પત્રક ભરીને અત્રેની કચેરીએ આગામી તારીખ 27 જૂન સુધીમાં કચેરી સમય દરમિયાન આવીને રૂબરૂ જમા કરાવવાનું રહેશે.
ઉક્ત ભરતી માટે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ યોગ્યતા ધરાવતા સંચાલક ઉમેદવારને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ અત્રેની કચેરીને મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
સંચાલકની જગ્યા માટે ઉમેદવારની ઉંમર 20 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેઓ ધોરણ 10 પાસ હોવા જોઈએ. રસોયા અને મદદનીશની જગ્યાઓ માટે ઉમેદવારની ઉંમર 20 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેઓ ધોરણ 7 પાસ હોવા જોઈએ. તેમ મામલતદારશ્રી, ધ્રોલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech