જિલ્લા પ્રમુખ તરીકે મનીષ નથવાણી
ખંભાળિયામાં આવેલી જૂની લોહાણા મહાજન વાડી ખાતે તાજેતરમાં રઘુવંશી કર્મચારી સંગઠનની સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે રઘુવંશી કર્મચારી સંગઠન દ્વારા નિવૃત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે તત્કાલીન હોદ્દેદારોને વિદાયમાન તેમજ નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ આયોજનના અધ્યક્ષ સ્થાને પ્રમુખ પરેશભાઈ સામાણી રહ્યા હતા.
આ આયોજનમાં ખંભાળિયામાં કાર્યરત રઘુવંશી કર્મચારી સંગઠનમાં સંસ્થાના કર્મચારીઓ તેમજ સભ્યોના થયેલા અવસાન બદલ બે મિનિટનું મૌન પાડીને પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યાર બાદ લોહાણા મહાજનના ટ્રસ્ટ પ્રતાપભાઈ દતાણી, લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પ્રફુલભાઈ દાસાણી, પરિચય મેળાના સમિતિના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી, એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ વીઠલાણી, મહાજનના પ્રતિનિધિ અને લોહાણા મિત્ર મંડળના મેનેજિંગ ટ્રસ્ટ એડવોકેટ જયેશભાઈ નથવાણી, એડવાઈઝર અને જલારામ અન્નપૂર્ણા ગૃહના ટ્રસ્ટી મનુભાઈ કાનાણી, દ્વારકાના રઘુવંશી અગ્રણી અને નિવૃત્ત શિક્ષક ધરમશીભાઈ સામાણી, વિજયભાઈ ભાયાણી, લોહાણા મિત્ર મંડળના મેનેજિંગ ટ્રસ્ટી હસમુખભાઈ દતાણી તેમજ પ્રમુખ અને ટીમ દ્વારા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિવૃત્ત શિક્ષક મનુભાઈ કાનાણી દ્વારા રઘુવંશી કર્મચારી સંગઠનના ઉદ્દેશો, કાર્યો અને ફરજો અંગેની જાણકારી આપવામાં આવી હતી. આ આયોજનમાં એજન્ડા મુજબની ચર્ચાઓ બાદ તમામ કારોબારી સદસ્યો અને હોદ્દેદારોએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. અહીં પ્રમુખ સ્થાનેથી રઘુવંશી જ્ઞાતિના નિવૃત્ત કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠનની નવી બોડીની રચના માટે તત્કાલીન પ્રમુખ પરેશભાઈ સામાણી દ્વારા સર્વ સંમતિથી પ્રમુખ તરીકે મનીષભાઈ નથવાણી (આચાર્ય), ઉપપ્રમુખ તરીકે મીતભાઈ સોનૈયા (આઈ.સી.આઈ.સી.આઈ. બેન્ક), મહિલા ઉપપ્રમુખ તરીકે સપનાબેન કાનાણી (આચાર્ય) તથા વહીવટી કામગીરીના ભાગરૂપે મંત્રી તરીકે દેવાંગભાઈ બારાઈ (પીજીવીસીએલ)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
કારોબારીના સભ્ય તરીકે દ્વારકામાં કે.ટી. કોટેચા, વિજયભાઈ ભાયાણી, કલ્યાણપુરમાં હુલભાઈ સચદેવની જિલ્લા કારોબારીની વરણી કરવામાં આવી હતી. જેમને પ્રમુખ પરેશભાઈ સામાણી તથા કારોબારી ટીમ દ્વારા આવકારીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
વર્ષ 2002 થી ચાલતી ખંભાળિયા તાલુકાની સમિતિ રઘુવંશી કર્મચારી સંગઠન સંસ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલા વિસ્તરણમાં તમામ તાલુકાઓને આવરી લઈને રઘુવંશી કર્મચારી સંગઠન - દેવભૂમિ દ્વારકા નામ આપવામાં આવ્યું હતું. જેને સૌએ હર્ષભેર વધાવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કરી, નવા વરાયેલા પ્રમુખ મનીષભાઈ નથવાણી તેમજ ઉપસ્થિત તમામ ટીમને આવકારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech