ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં વધુ એક હિન્દુ નેતાનો પ્રવેશ થયો છે. ટ્રમ્પે ભારતીય મૂળના તુલસી ગબાર્ડને અમેરિકાના નવા નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેકટર તરીકે નિયુકત કર્યા છે. કોંગ્રેસના ભૂતપૂર્વ સભ્ય તુલસી ગબાર્ડને અમેરિકાની પ્રથમ હિન્દુ કોંગ્રેસવુમન તરીકે પણ ઓળખવામાં આવે છે.
તુલસી ગબાર્ડ એક સૈનિક પણ રહી ચુકી છે અને વિવિધ પ્રસંગોએ મધ્ય પૂર્વ અને આફ્રિકાના યુદ્ધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. તે થોડા સમય પહેલા ડેમોક્રેટ પાર્ટીથી અલગ થઈ ગઈ હતી અને ચૂંટણી સમયે રિપબ્લિકન પાર્ટીમાં જોડાઈ હતી.
૨૦૧૯માં તુલસી ગબાર્ડે ડેમોક્રેટિક રાષ્ટ્ર્રપતિની પ્રાથમિક ચર્ચામાં કમલા હેરિસને હરાવ્યા. જોકે તે રાષ્ટ્ર્રપતિ પદની ઉમેદવારીની રેસમાં પાછળ રહી ગઈ હતી. વર્ષ ૨૦૨૨માં તેણે ડેમોક્રેટિક પાર્ટી છોડી દીધી અને રિપબ્લિકન પાર્ટીમાં જોડાઈ ગયા. ટ્રમ્પે ચૂંટણીની ચર્ચામાં હેરિસને હરાવવા માટે તુલસીની મદદ પણ માંગી હતી.
અમેરિકામાં જન્મેલા તુલસી ગબાર્ડના પિતા સમોન યુરોપિયન વંશના છે અને તેની માતા ભારતીય છે. હિન્દુ ધર્મમાં તેમની ચિને કારણે તેઓએ તેમનું નામ તુલસી રાખ્યું.
ડોનાલ્ડ ટ્રમ્પે ટેસ્લાના વડા ઈલોન મસ્ક અને કરોડપતિ ઉધોગસાહસિકથી રાજકારણી બનેલા વિવેક રામાસ્વામીને પણ મોટી જવાબદારીઓ આપી છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે મસ્ક અને રામાસ્વામી ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ડોજ)નું નેતૃત્વ કરશે.
આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના નવા સંરક્ષણ સચિવના નામની પણ જાહેરાત કરી છે. ટ્રમ્પે ફોકસ ન્યૂઝના હોસ્ટ અને લેખક પીટ હેગસેથને સંરક્ષણ સચિવના પદ માટે પસદં કર્યા છે. તેઓ ભૂતપૂર્વ સૈનિક પણ છે. ૪૪ વર્ષીય પીટ હેગસેથ અફઘાનિસ્તાન અને ઈરાકમાં સૈન્યમાં ફરજ બજાવી ચૂકયા છ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech