રાજ્યના પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યાં છે.
રાજ્યના પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલને GPSC( ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન)ના નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યાં છે. દિનેશ દાસાની નિવૃત્તિ બાદ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે નલીન ઉપાધ્યાયને જવાબદારી સોંપવામાં આવી હતી. જે બાદ તેઓ આ મહિનાના અંતમાં નિવૃત્ત થતાં હોવાથી સરકારે હવે લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલને ચેરમેન તરીકે વરણી કરી છે.
હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે વરણી
રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડીને હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે વરણી કરી હોવાની જાણકારી આપી છે. ગુજરાત સરકારે ભારતના બંધારણની કલમ 316ની પેટા કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તા હેઠળ IPS હસમુખ પટેલને GPSCના નવા ચેરમેન તરીકે નિમણૂક કરી છે.
જાણો IPS હસમુખ પટેલ વિશે...
વર્ષ 1993 બેચના આઈપીએસ હસમુખ પટેલ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના વતની છે. સ્કુલનો અભ્યાસ તેમણે બનાસકાંઠાના બાલુન્દ્રા ગામ તેમજ ઈકબાલગઢ ખાતે કર્યો અને હાઈસ્કુલનો અભ્યાસ વિસનગરમાં પૂર્ણ કર્યો. વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાંથી બી.ઈ. સિવિલનો અભ્યાસ કર્યો. IPS Civil List માં જણાવ્યાનુસાર હસમુખ પટેલના અભ્યાસ અને ડીગ્રીની યાદીમાં એમ.ઈ. સ્ટ્રક્ચરલ એન્જિનીયરિંગ, માસ્ટર ડીગ્રી ઈન પોલીસ મેનેજમેન્ટ MBA, PhD, LLM સામેલ છે. 23 જૂન 1965ના રોજ જન્મેલા 59 વર્ષીય હસમુખ પટેલની ઈચ્છા ડૉક્ટર બનવાની હતી. પાંચ માર્ક ઓછા આવવાના કારણે તેમને મેડિકલના બદલે એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવો પડ્યો હતો. UPSCમાં ચાર વખત ગુજરાતીમાં પેપર લખનારા હસમુખ પટેલ ત્રણ વખત ઈન્ટરવ્યુ સુધી પહોંચ્યા હતા. બે વખત સિવિલ સર્વિસ પાસ કરી હતી. ત્રીજા પ્રયાસમાં ઈન્ડિયન એકાઉન્ટ સર્વિસ અને ચોથા પ્રયત્નમાં ઈન્ડિયન પોલીસ સર્વિસ પસંદ કરી હતી. તેઓ SP તરીકે સુરત, પોરબંદર, વલસાડ, ભાવનગર રેલવેમાં ફરજ બજાવી ચૂક્યા છે. DIG IGP તરીકે સુરત રેન્જ, ગાંધીનગર રેન્જ, એન્ટી કરપ્શન બ્યુરો, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈજેશન તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલમાં અને વર્ષ 2018થી ADGP હસમુખ પટેલ ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech