ગુજરાતના જાણીતા વહીવટદાર એ.વી. વાઢેરને વેસ્ટર્ન રેલ્વે મુંબઈ દ્વારા (ડી.આર.યુ.સી.સી.) રેલ્વે ડિવિઝનના સલાહકાર તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ નિમણૂક 15 ઓગસ્ટ, 2024થી અમલમાં આવી છે અને આગામી બે વર્ષ સુધી તેઓ આ પદ પર રહેશે.
શ્રી વાઢેર 1993થી ગુજરાત વહીવટી સેવામાં સીધી ભરતી થયા હતા અને રાજકોટ, વડોદરા, ભરૂચ, સુરત જેવા વિવિધ જિલ્લાઓમાં નાયબ કલેક્ટર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારબાદ અધિક કલેક્ટર તરીકે પ્રમોશન મળતા અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં સુપર ક્લાસ-1માં વહીવટી ફરજ બજાવી છે. તેમની પાસે વહીવટી સેવાનો 26 વર્ષનો બહોળો અનુભવ છે.
આ ઉપરાંત શ્રી વાઢેર 1981થી 1993 સુધી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. અમદાવાદ સિટી, ખેડા જિલ્લો, રાજકોટ સીઆઈડી ક્રાઇમ અને રેલ્વેમાં તેમણે કુલ 12 વર્ષ સેવા આપી છે. આમ, તેમની કુલ વહીવટી સેવાની કારકિર્દી 38 વર્ષની છે.
હાલમાં તેઓ સંસદ સભ્ય (રાજ્યસભા) શ્રી રામભાઈ મોકરીયાની ઓફિસ સંભાળે છે. શ્રી મોકરીયાની ભલામણને આધારે જ શ્રી વાઢેરને રેલ્વે સલાહકાર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
શ્રી વાઢેરની નિમણૂકથી રાજકોટ સહિતના વિસ્તારના લોકોને રેલ્વેને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મદદ મળશે એવી આશા રાખવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech