જિલ્લા કોંગ્રેસના નેતૃત્વે સિહોર મહિલા મોરચાના અધ્યક્ષની જવાબદારી સ્થાનિક ચૂંટણીઓને લઈ પ્રફુલાબેન ગોરડીયાને સોંપવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના મહિલા મોરચાનું માળખું સુષુપ્ત અવસ્થામાં જોવા મળતુ હતુ. તેમાં વેગ આપવા માટે જિલ્લા નેતૃત્વે યુવાન અને શિક્ષિત મહિલા અગ્રણી પ્રફુલાબેન ગોરડીયાની વરણી કરી છે. પ્રફુલાબેનની વરણી થતાં ચૂંટણીના સમયમાં કોંગ્રેસને લાભ મળવાની આશા જાગી છે. સિહોર જ પ્રદેશ કોંગ્રેસમાં ગણનાપાત્ર કહી શકાય તેવા મહિલા નેતાઓની અને સંગઠનમાં કામ કરી શકે તેની ખૂબ અછત જોવા મળતી હતી. આવી પરિસ્થિતિમાં પક્ષ સાથે અને ચૂંટણીના સમયમાં મહિલા મતદારોની જોડવા ખૂબ કપરું અને મુશ્કેલ કાર્ય બની રહ્યું હતું. તેનો વિચાર કરીને જિલ્લા કોંગ્રેસના નેતૃત્વએ સિહોર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ તરીકે પ્રફુલાબેનની વરણી કરીને મહિલા મતદારો, શિક્ષિત અને ચુવાન મહિલાઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈ. તો તેનો ફાયદો કોંગ્રેસને મળે તે માટે ચૂંટણીના સમયમાં પ્રફુલાબેનની મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. આ નિમણૂકને નગરપાલિકા વિસ્તારોના મતદારોમાં પ્રભાવિત કરી શકે તેમ છે. વોર્ડના છેવાડાના મતદારો આજે પણ યુવાન અને મહિલા નેતૃત્વથી પ્રભાવિત થાય છે. ચોક્કસપણે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં પ્રફુલાબેનની વરણીનો લાભ કોંગ્રેસને પરિણામોમાં મળી શકે છે. આમ તો સમગ્ર જિલ્લામાં સિહોર કોંગ્રેસ સંગઠન મજબૂત માનવામાં આવી છે ત્યારે મહિલા પ્રમુખની વરણી સિહોર કોંગ્રેસને વધુ મજબૂતી તરફ લઈ જશે તેમા કોઇ શંકા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆલે લે બંધારણ દિવસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ
November 26, 2024 04:56 PMસુપ્રીમ કોર્ટના આદેશ પર 10 વકીલો વિરુદ્ધ FIR નોંધાઈ, જાણો શું છે આખો મામલો
November 26, 2024 04:36 PMરાજ્યસભાની છ બેઠકો પર ચૂંટણી: મતદાન અને પરિણામ 20 ડિસેમ્બરે
November 26, 2024 04:16 PMનિરમા ફેકટરીના કેમિકલયુકત પાણી સમુદ્રમાં છોડવા અંગે કલેકટરને રાવ
November 26, 2024 04:11 PMરેલનગરમાં બુલડોઝર ધણધણ્યું, કરોડોની જમીન ખુલી કરાવાઈ
November 26, 2024 04:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech