લોકો પોતાના ચહેરાને ચમકદાર અને સુંદર બનાવવા માટે ઘણી કોશિશ કરે છે. કેટલાક લોકો તબીબી સારવાર અથવા મોંધી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. પરંતુ હજુ પણ તેમના ચહેરા પરના ડાઘ-ધબ્બા અને પિમ્પલ્સ દૂર થતા નથી. પણ ધરેલું ઉપાયથી ચહેરા પરના ડાઘ-ધબ્બા અને પિમ્પલ્સ દૂર કરી શકાય છે. અડદની દાળ ચેહરા પરના ડાઘ અને પીમ્પાલ દૂર કરવા માટે ઉતમ ઉપાય છે. તેનાથી ચેહરો ચમકદાર બને છે.
અડદ દાળ ફેસ પેક
અડદની દાળમાંથી ફેસ પેક બનાવવા માટે દાળને આખી રાત પલાળી રાખો, પછી બીજા દિવસે સવારે તેને પીસીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટને 15 થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો, પછી તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો.
અડદની દાળ અને દહીંનો ફેસ પેક
તમે ઘરે જ અડદની દાળ અને દહીંનું ફેસ પેક બનાવી શકો છો. આ માટે તમારે આખી રાત પલાળેલી અડદની દાળને સવારે પીસીને પેસ્ટ બનાવવી પડશે. આ પેસ્ટમાં દહીં મિક્સ કરો અને તેને તમારા ચહેરા પર 20 થી 25 મિનિટ માટે લગાવો, પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો
અડદની દાળમાં હળદર
તમે અડદની દાળમાં હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવી શકો છો. આ પેસ્ટને ચહેરા પર 20 થી 25 મિનિટ સુધી લગાવો અને પાણીથી ચહેરો ધોઈ લો. અડદની દાળને પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં ચણાનો લોટ મિક્સ કરીને 20 થી 25 મિનિટ સુધી ચહેરા પર લગાવો, પછી તેને પાણીથી ધોઈ લો.
અડદની દાળ સ્ક્રબ
તમે ઘરે અડદની દાળનું સ્ક્રબ પણ બનાવી શકો છો. સ્ક્રબ બનાવવા માટે તમારે અડદની દાળને પીસીને પાવડર બનાવો, પછી આ પાવડરમાં ગુલાબજળમાં થોડી ખાંડ મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ પછી હળવા હાથે મસાજ કરો. 20 થી 25 મિનિટ પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો.
આ બધા ફેસ પેકનો ઉપયોગ કરીને તમે ચહેરા પરથી ખીલ દૂર કરી શકો છો અને મૃત ત્વચાને દૂર કરી શકો છો. આટલું જ નહીં અડદની દાળમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને કડક બનાવવામાં અને કરચલીઓ ઓછી કરવામાં મદદ કરે છે.
ધ્યાનમાં રાખવાની બાબતો
જો તમારી ત્વચા શુષ્ક હોય તો તમે અઠવાડિયામાં બે વાર સ્ક્રબ અથવા ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. પરંતુ જો તમારી ત્વચા તૈલી હોય તો તમારે અઠવાડિયામાં ત્રણ વખત ફેસ પેક અને સ્ક્રબનો ઉપયોગ કરવો જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech