ઉના પંથકમા ભેળસેળ તેલની પકડાયેલ ઓઈલ મીલના ડુપ્લીકેટ કપાસીયા પામોલિન અને વિવિધ પ્રકારનાના ખોળના બીજમાથી બનેલા લુઝ તેલમા મિલાવટ કરીને બ્રાન્ડેડ ટીનમાં ઓર્ગેનિક તેલના નામનો પોતાનો સિમ્બોલ મારી વેપારીઓને તેલ માર્કેટમાં વેચાણ કરવા સપ્લાય કરાતુ હતુ. આ કૌભાંડનો પદર્ફિાશ થયા બાદ મામલતદાર અને પુરવઠા તંત્ર દ્વારા ઉનાના દશથી વધુ વેપારી પેઢી તેમજ જીનિંગ મિલમા લુઝ તેલ મંગાવી તેલનું પેકેજિંગ કરતી પેઢીમાં તેલના ડબ્બાનો મોટો જથ્થો સીઝ કરી દેવાતા વેપારીમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
આઠ દિવસ સુધી કચેરીમાં જે વેપારીઓનો કાયદેસરના બીલ ધરાવતો બ્રાન્ડેડ તેલનો જથ્થો છોડવવા ધક્કા ખાતા હોવા છતાંય નિકાલ નહિં કરાતા આ બાબતે ગ્રેઈન મચન્ટ એસોસિયેશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારોના નેતૃત્વ હેઠળ વેપારી પ્રતિનિધિ મામલતદાર કચેરી ખાતે અધિકારીને રૂબરૂ મુલાકાત કરીને વેપારીનો તેલનો જથ્થો મુક્ત કરવા રજૂઆત કરી હતી.
ગત તા.11નાં સ્થાનિક મામલતદારની ટીમ ધ્વારા ઉના શહેરના અલગ અલગ તેલના હોલસેલ વેપારીઓને ત્યાં ચેકીંગ દરમ્યાન જે તેલના સ્ટોકના બિલ હતા અને તે તેલનો સ્ટોક સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતની નામાંકીત કંપ્નીનો હોય જેની સંપુર્ણ વિગત સ્થાનિક તંત્રને આપવામાં આવેલ. આ બાબતે કલેકટર અને રાજ્યના મુખ્યમંત્રી તેમજ પુરવઠા મંત્રી સૌરાષ્ટ્ર તેલ એસોસિયેશનને સંબોધીત આવેદનપત્ર ઊના મામલતદારને પાઠવી ઉના ગ્રેઈન મચન્ટએસોસિયેશન અને તેનાં સમર્થનમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કાયદેસરનો બીલ ધરાવતો બ્રાન્ડેડ તેલ જથ્થો સીઝ કર્યો છે તે મુક્ત નહીં કરાય તો પુરવઠા વિભાગની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરીને ઉના શહેરના ગ્રેઈન મરચન્ટ એસોશીએશનના તમામ વેપારીઓ જયા સુધી કાયદેસરનો તેલનો જથ્થો જે સીઝ કરાયેલ છે તે રીલીઝ નહીં કરે ત્યાં સુધી તમામ નાના મોટા વેપારીઓ પોત પોતાના ધંધા
રોજગાર બંધ રાખવાની તંત્ર સામે જંગ છેડી તંત્રના અધિકારીની જોહુકમી સામે રોષ સાથે ઉગ્ર તેવર બતાવવા મેદાનમાં આવી ગયા છે. હાલ ઉના શહેરમાં ખાદ્યતેલની ભારે અછત ઊભી થઈ રહી છે.અને મુખ્ય ટ્રેડિંગ પેઢી બંધ થતાં બજારો સુમસામ જોવા મળે છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ધામા !..
બીજી તરફ સવારથી વેરાવળ ખાતેના ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીની ત્રણ જેટલી ટીમો ઊના પંથકમાં પડાવ નાખીને જે પેઢીનો જથ્થો સીઝ કર્યેા હતો એવી પેઢી પર પહોંચી નિવેદનો નોંધીને સ્ટોક જથ્થા અંગેની માહિતી એકઠી કરી પોતાની કામગીરી પૂર્ણ કરી હતી. આ ફ્રત્પડ નિયમન અધિકારીઓ દ્રારા કોઈ પણ જથ્થાના સેમ્પલ લેવાયા નહીં હોવાની વિગતો બહાર આવી છે
વેપારીઓની એક જ માગ જથ્થો મુક્ત કરો
ઉના શહેરનાં ગ્રેઈન મચન્ટ એસોસિયેશન સાથે સંકળાયેલા નાનાં મોટાં વેપારી દ્વારા આવતીકાલ સુધીમાં કાયદેસરનો સીઝ કરાયેલ જથ્થો મુક્ત નહીં કરાય તો નાનાં મોટાં કરીયાણાની દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવા ચિમકી ઉચ્ચારી છે. આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સએ પણ સમર્થન આપી વેપારીની સમસ્યા તંત્ર દ્વારા તાત્કાલિક નિકાલ લાવવા માંગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech