અનરજીસ્ટર દસ્તાવેજ પુરાવામાં કોઈ મૂલ્ય નથી: કોર્ટ
ખંભાળિયા તાલુકાના કોટા ગામે આવેલી ચોક્કસ સર્વે નંબરની એક જમીન પૂંજા ડાયા નકુમ વિગેરેએ સામત મારખી ગોરીયા પાસેથી વેચાણ કબજા સાથે રાખેલી હતી. અગાઉ બેંકનું દેવું હોવાથી પુંજા ડાયાના નામે રેવન્યુ રેકોર્ડમાં નામ ચડ્યું ન હતું. તેમ છતાં પણ તેમણે ભાવેશ દેવુ રૂડાચ સાથે જમીન રૂપિયા 45 લાખમાં વેચાણ આપવાનું નક્કી કર્યું હતું. તેમજ ભાવેશ રૂડાચએ જમીન અંગે સ્ટેમ્પ પેપર ઉપર ખેતીની જમીનનું વેચાણ અંગેનું લખાણ લખાવી લઈ, અને પક્ષકારો અને સાથીઓની સહી કરાવી લીધી હતી.
ત્યારબાદ સબ રજીસ્ટર કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરાવેલ નહીં અને સોદો કેન્સલ થયો હતો. તેમ છતાં ભાવેશ દેવ રૂડાચએ જમીનનો કબજો રાખી લઈ અને જમીન પચાવી પાડતા ભાવેશ દેવુ રૂડાચ અને તેના ભાઈ વેરશી દેવુ રૂડાચ તથા પિતા દેવુ ખીમા રૂડાચ સામે ખંભાળિયા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરી, ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. જે જમીન અંગે ભાવેશ રૂડાચએ અહીંની સિવિલ કોર્ટમાં પૂંજા ડાયા વિગેરે સામે દાવો દાખલ કરી અને જમીનની યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા માટે મનાય હુકમની માંગણી કરી હતી.
જે અંગે બંને પક્ષોને સાંભળી અને અહીંના સિવિલ જજ શ્રી એમ.આર. શુક્લાએ પ્રતિવાદીઓના વકીલ જીતેન્દ્રભાઈ કે. હિંડોચા દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તથા ઉપલી કોર્ટના અગાઉના ચુકાદાઓને ધ્યાને લઈ અને વાદી ભાવેશ રૂડાચની મનાઈ હુકમની અરજી નામંજૂર (રદ) કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાઇડેનના બધા સ્ટુપિડ આદેશો 24 કલાકમાં કરાશે રદ્દ... ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા પહેલા કરી મોટી જાહેરાત
January 20, 2025 08:25 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નગરો-શહેરોના વિકાસ માટે 605 કરોડથી વધુનો ભંડોળ ફાળવવાનો નિર્ણય
January 20, 2025 08:12 PMજામનગરમાં દ્વારકાપુરી મંદિરમાં બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન
January 20, 2025 06:25 PMબજેટમાં કસ્ટમ ડ્યુટી માફીની યોજનાની જાહેરાત થવાની શક્યતા, આ કારણે અપેક્ષા વધી
January 20, 2025 05:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech