વિશ્વભરમાં છટણીની ગતિ વર્ષ ૨૦૨૪માં અટકવાના કોઈ સંકેતો દેખાતા નથી. આ વર્ષે અત્યાર સુધીમાં ઘણી જાણીતી કંપનીઓએ તેમના કર્મચારીઓને બહાર નીકળવાના દરવાજા બતાવ્યા છે. હવે તેમની સાથે ટેક જાયન્ટ અને વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક એપલનું નામ પણ જોડાઈ ગયું છે. એપલે તાજેતરમાં જ ૬૦૦થી વધુ કર્મચારીઓની છટણી કરી છે.
એપલ કંપનીએ કેલિફોર્નિયા એમ્પ્લોયમેન્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કરેલી ફાઇલિંગમાં આની જાણકારી આપી છે. ફાઇલિંગને ટાંકીને, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એપલે કેલિફોર્નિયામાં ૬૦૦ થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. કાર અને સ્માર્ટવોચ ડિસ્પ્લે પ્રોજેકટ બધં થવાને કારણે કંપનીએ છટણીનો આ નિર્ણય લીધો છે.
વિશ્વની નંબર ૨ કંપની
છટણીના આ સમાચાર ગંભીર છે કારણ કે એપલ ની ગણતરી માત્ર ટેક ઉધોગમાં જ નહીં પરંતુ એકંદરે વિશ્વની સૌથી મોટી કંપનીઓમાં થાય છે. ગુવારે યુએસ માર્કેટમાં એપલના શેર ૦.૪૯ ટકા ઘટીને ૧૬૮.૮૨ પર આવી ગયા. તે પછી કંપનીનો એમકેપ ૨.૬૧ ટિ્રલિયન ડોલર હતો. આ મૂલ્યાંકન સાથે, એપલ માત્ર માઇક્રોસોટથી પાછળ છે અને વિશ્વની બીજી સૌથી મોટી લિસ્ટેડ કંપની છે.
૮ ફાઇલિંગમાં આપેલી માહિતી
એપલનું મુખ્ય મથક કયુપરટિનો, કેલિફોર્નિયામાં આવેલું છે. સ્થાનિક નિયમન અનુસાર, કંપનીઓએ કર્મચારીઓની છટણી અથવા સમાિ વિશે માહિતી આપવાની હોય છે. એપલે વર્કર એડજસ્ટમેન્ટ એન્ડ રીટ્રેનિંગ નોટિફિકેશન (વાર્ન પ્રોગ્રામ)ના પાલનમાં આઠ અલગ–અલગ ફાઇલિંગમાં છટણીનો ખુલાસો કર્યેા હતો. કેલિફોર્નિયાના કાયદા હેઠળ આ અનુપાલન જરી છે.
આ કર્મચારીઓ પર અસર
કંપનીના ફાઇલિંગ અનુસાર, છૂટા કરાયેલા લોકોમાંથી ઓછામાં ઓછા ૮૭ એપલની ગુ સુવિધામાં કામ કરી રહ્યા હતા, યાં નેકસટ જનરેશન સ્ક્રીન ડેવલપમેન્ટ થઈ રહ્યું હતું. બાકીના અસરગ્રસ્ત કર્મચારીઓ નજીકમાં સ્થિત અન્ય બિલ્ડિંગમાં કામ કરતા હતા, જે કાર પ્રોજેકટને સમર્પિત હતી. એપલના કાર પ્રોજેકટને લઈને વિશ્વભરમાં ભારે હોબાળો થયો હતો. હાલમાં, ઘણી મોબાઇલ અને ગેજેટ કંપનીઓ વાહનમાં પ્રવેશ કરી રહી છે, ખાસ કરીને ઈવી સેગમેન્ટમાં.એપલે થોડા સમય પહેલા પોતાનો પ્રોટોટાઈપ પણ રજૂ કર્યેા હતો, પરંતુ આ વર્ષની શઆતમાં એવી માહિતી સામે આવી હતી કે એપલે કાર પ્રોજેકટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે 3 કરોડ 42 લાખનો ખર્ચ મંજૂર
January 22, 2025 01:11 PMટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMનિરાશાની ખાઈમાંથી બહાર આવ્યો અક્ષય,'હેરા ફેરી 3'પર આપ્યું અપડેટ
January 22, 2025 12:25 PMઝીનત અમાનના ગળામાં ગોળી અટવાઈ, માંડ જીવ બચ્યો
January 22, 2025 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech