દ્વારકા જિલ્લામાં 1865 થી વધુ કેસો ફાઇન્ડ આઉટ કરાયા: કાનૂની સેવા સતામંડળ દ્વારા રપ60 ઇ-ચલણ કરાયા છે...
ધી નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી એકટ-1987, સુપ્રિમ કોર્ટની અનુશ્રામાં રાષ્ટ્રીય લેવલ ઉપર કાનૂની સેવાના ક્ષેત્રમાં કામ કરતી ઓટોનોમસ બોડી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ રાજય લેવલે નામદાર ગુજરાત હાઇકોર્ટની અનુશ્રામાં કામ કરતી બોડી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના પેટ્રોન ઈન ચીફ અને ગુજરાત હાઇકોર્ટના નામદાર ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલના ડાયરેકશન અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના એક્ઝિક્યુટિવ ચેરમેન (સિનિયર મોસ્ટ જસ્ટીસ ઓફ ગુજરાત હાઇકોર્ટ) જસ્ટીસ બિરેન વૈશ્નવ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ એચ.એસ. પ્રચ્છક માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી આર.એ.ત્રિવેદી તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકાના ચેરમેન એસ.વી.વ્યાસની સીધી દેખરેખ હેઠળ દ્વારા આગામી તા. 08/03/ર0ર5, શનિવાર (જાહેર રજાના દિવસ) ના રોજ સમગ્ર દેવભૂમિ દ્રારકા જિલ્લા માં આવેલ તમામ અદાલતોમાં વર્ષ- 2025 ની પ્રથમ રાષ્ટ્રીય લોક-અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનુ આયોજન કરવામાં આવનાર છે.
આ રાષ્ટ્રીય લોકઅદાલત માં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસો જેવા કે, લગ્ન વિષયક તકરારો, મોટર અકસ્માત વળતર કેસ, દિવાની કેસ, કામદાર વળતર કેસ, મોબાઇલ કંપની સાથેના વિવાદ, ફોજદારી સમાધાન પાત્ર ગુન્હાઓના કેસ, જમીન સંપાદન વળતર કેસ, બેન્ક રીકવરી કેસ, પેન્શન કેસ, ગ્રાહક સેવા તકરારની બાબતો વીજ કંપનીના કેસ વિગેરે તમામ કેસો મુકવામાં આવનાર છે.
પ્રિલીટીગેશન કેસો એટલે આવે કેસો કે જે હજુ સુધી અદાલતમાં આવેલ નથી તેવા પ્રિ-લીટીગેશન કેસો, જેમાં પબ્લીક યુટીલીટી સર્વિસીસ સાથે સંકળાયેલા કેસો વીજ તથા પાણી ના બાકી લેણાંનાં કેસો, ટ્રાફિક ચલણના કેસો, નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ ના કેસો, બેંક રીકવરી કેસો, લેબર ડીસ્પ્યુટસ, ઉજાસ - પ્રિ લીટીગેશન વૈવાહિક તકરાર અંગે ના કેસો માટે પ્રિ-લીટીગેશન અદાલતનુ પણ આયોજન કરવામાં આવેલ છે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા જુદા-જુદા સ્ટેક હોલ્ડર જેવા કે, વકીલશ્રીઓ, સરકારી વકીલઓ, પોલીસ અધિકારીઓ, કલેકટર તથા રેવન્યુ ખાતાના અધિકારીઓ, બેંક તથા ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયુટના અધિકારીઓ તથા સંસ્થાઓના હોદેદારો સાથે સદર લોક અદાલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગ ના સંદર્ભમાં પીરીયોડીકલી મીટીંગો યોજી પરીણામલક્ષી આયોજન કરવામાં આવેલ છે.
દેવભૂમિ દ્રારકા જિલ્લામાં આવેલી જુદી-જુદી અદાલતો દ્રારા પેન્ડિંગ તથા પ્રિ-લીટીગેશન મળીને કુલ 1865 થી વધુ કેસો ફાઇન્ડ આઉટ કરી મુકવામાં આવેલ છે.
વધુમાં દેવભૂમિ દ્વારકા માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા ના જુદા જુદા સ્થળો પર કેમેરા લગાવી ટ્રાફિક નું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો ને ઈ - ચલણ ઇસ્યૂ કરવામાં આવેલ છે. હાલ સુધી આવા ઈ - ચલણ ન ભરેલ હોય તેવા કુલ 2510 વાહન ચાલકો વિરૃદ્ધ ઈ- ચલણ ની પ્રિ - લીટીગેશન નોટિસ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકા દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલ છે. જેથી આવા વાહન ચાલકો જો કોર્ટ ની કાર્યવાહી થી બચવા માંગતા હોય તો તાત્કાલિક ખંભાળિયા ખાતે આવેલ નેત્રમ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર / જિલ્લા ની નજીક ની ટ્રાફિક શાખા અથવા તા. 08/03/2025 ના રોજ આયોજિત નેશનલ લોક અદાલત ના દિવસે બ ભરી શકાશે. વન નેશન વન નેશન અંતર્ગત ના ચલણ ઓનલાઇન ભરવા માટે સાઇટ પર ભરી શકાશે.
આપ પણ આપનો કેસ લોક અદાલતના માધ્યમ થકી ખુબજ ઝડપથી પુરો કરાવવા વાસ્તે આપના વિસ્તાર માં આવેલ નજીક ની કોર્ટ તાલુકા કાનૂની સેવા સમિતિ, ખંભાળિયા/ભાણવડ/કલ્યાણપુર/દ્વારકા/ઓખા માં સંપર્ક કરવા વિકલ્પે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, સલાયા રોડ, હર્ષદપુર, ખંભાળિયા ખાતે સંપર્ક કરવા વિકલ્પે ઓફિસ સમય દરમિયાન કચેરી ના ટેલિફોન નંબર - 02833-233775 / 9227115100 પર સંપર્ક કરવા અથવા ઈ-મેઈલ મારફતે સંપર્ક કરવા અથવા કોઈ પણ કાનૂની સહાય મેળવવા નાલસા હેલ્પલાઇન નંબર 15100 પર સંપર્ક કરવા સર્વેને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ દ્રારા અપીલ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMજામનગરમાં લગ્નની સિઝનમાં તસ્કરો બન્યા બેફામ
February 22, 2025 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech