સમગ્ર ભારતમા રેઇઅન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમથી વરસાદી પાણીનું સંગ્રહ કરવા જરૂરી ,વરસાદી પાણીને જમીનમાં ઉતારવા નક્કર પ્રયાસ કરવામાં આવે જેથી ભૂજળસ્તરમાં વધારો થઇ શાકે.સમગ્ર દેશમા પરકોલેશન ટ્રેન્ચ અને પોઈન્ટ ઈસરોની મદદ શોધી જ્યાં જ્યાં તળાવનું નિર્માણ થઇ શકે ત્યાં તળાવો કરવામાં આવે અને નવા બનતા મોટા બિલ્ડીંગો ,ફેકટરી,હોસ્પિટલો, કારખાનાઓ,શાળા,કૉલેજો,યુનિવર્સીટીવગેરેમાં જળસંચયન ઓછામાં ઓછો વીસ હાજર લીટર અથવા વધુ પાણીનો સંગ્રહ થઇ શકે તેવો ટાંકો ફરજીયાત કરવામાં આવે. તેમજ સમગ્ર ભારતના ગામડામાં ગામ ફરતે વૃક્ષની વનરાઈ ઉભી કરવામાં આવે જેમાં ઔષધીય અને ફાળો આપતા વૃક્ષો વાવવામાં આવે.
હાલ ભૂજળસ્તરમાં ઘટાડો થતો જતો હોય વધારો કરવો ખુબ જરૂરી છે. ૭૫ વર્ષમાંભૂજળસ્તરમાં અંદાજે ૫૫ ટકા ઘટાડો થયા હોવાનું કહેવાય છે.ત્યારે ભૂજળસ્તરમાં વધારો થાય તે માટે તથા વરસાદી પાણીનો સંગ્રહ દેશ અને દુનિયા માં નક્કર પ્રયાસો ઝડપથી થાય તે ખુબ જરૂરી છે. સમગ્ર વિશ્વમાં ઓર્ગોનીક ખેતીને પ્રોત્સાહન,કુદરતી જન્તુંનાશાકોનું અને ઉપયોગ વધારવો ,ડીટરજન્ટ પાવડરમાંથી પૃથ્વીને હાની કરતા તત્વો દુર કરવામાં આવે અને કુદરતી તત્વો ઉમેરવામાં આવે.પેસ્ટ ને બદલે બદલે દાતણ કે નેચરલ સ્વરૂપમાં નીમ પાવડરનો ઉપયોગ વધે તેવા પ્રયાસો પણ જરૂરી બને છે.
વિશ્વના ૩૭ મુખ્ય જળસ્રોતો પૈકી ૧૨થી વધુના જળ સ્તરમાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે. આપણી સંસદીય સમિતિએ આ મામલે ચેતવણીનો સુર ઉચ્ચાર્યો છે. પૃથ્વીના ફકત ૨% પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ. આથી હવે સમય આવ્યો છે કે આ ચિંતામાંથી સમગ્ર દેશ અને દુનિયાએ મુકત થવું હશે તો વરસાદી પાણીના ટીપેટીપાનો સંગ્રહ નિયમીત રીતે થતો રહે અને વરસાદી પાણીનું ટીપેટીપું જમીનમાં ઉતારવામાં આવેતો આ સમસ્યામાંથી ઘીમે ઘીમે મુકત થઈ શકીએ તેમ છે.
વરસાદી પાણી મહતમ પ્રમાણમાં જમીનમાં ઉતારવા માટે પરકોલેટીંગ વેલ બનાવવામાં આવે એટલે કે કાણાવાળા ઢાંકણા મુકી વરસાદી પાણી જમીનમાં ઉતારવામાં આવે જેમાં ઉંડો ખાડો કરી તેમાં નીચેના ભાગે મોટા પથ્થરના લેયર અને ઉપરના ભાગમાં નાના પથ્થર અને તેના ઉપર કાંકરા પાથરી ચારણી જેવા વેલ બનાવવામાં આવે. આ નાના કાંકરાના કાણામાંથી પાણી જમીનમાં જતું રહે જેને કારણે ભુગર્ભ જળ ઉંચા આવે. તેની ઉપર કાણાવાળા ઢાંકણા મુકવામાં આવે જેથી કરીને વરસાદી પાણી સરળતાથી જમીનમાં જતું રહેશે તેમજ આજુ બાજુ ની જમીનથી આ કાણાવાળા ઢાંકણાનું લેવલ થોડું નીચું રાખવામાં આવે. તેમજ ભુગર્ભ જળ પ્રક્રિયામાંથી ગૃહવપરાશકારોને,નાના કારખાનેદારોને, સોસાયટીઓને મુક્તિ આપવામાં આવે અને જે મોટા કારખાના વરસાદી પાણીને જમીનમાં ઉતારતા હોય કે સંગ્રહ કરતા હોય તેને પણ ભુગર્ભ જળ વાપરવા માટે રજીસ્ટ્રેશન કરાવવામાંથી મુકિત આપવાની જરૂર છે.
ઠેકઠેકાણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી, રીચાર્જવેલ બનાવવામાં આવે તેમાં વોટર ફલો મીટર લગાવવામાં આવે જેથી કરીને કેટલું પાણી ભુગર્ભમાં ઉતરે છે તે જાણી શકાય. ભવિષ્યમાં પાણીના સંકટથી બચવા માટે રીચાર્જવેલની સાથે સાથે જુના બંધ થયેલા કુવાઓને ફરીથી જીવતા કરવા અને વરસાદી પાણીનોપ્રમાણમાં સંગ્રહ થતો રહે તે ખૂબ જ જરૂરી છે શક્ય હોય તો આધુનિક ગામોમાં તથા શહેરી વિસ્તારોમાં જયાં ટેકનોલોજીની મદદ લઈ મોટાભાગના મહતમ પ્રમાણમાં પાણી ભરાય રહેતું હોય ત્યાં આધુનિક ટેકનોલોજીની ઉતમ પ્રકારની મદદ લઈ રીચાર્જવેલ કરવી જોઈએ. જેથી કરીને વહી જતું વરસાદી પાણી ભુગર્ભમાં ઉતારી શકાય અને નવી બનતી બિલ્ડીંગોમાં પણ મોટી ટાંકીઓ વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવવા તમામ રાજય સરકારો બિલ્ડરોને અપીલ કરે તે જરૂરી છે. તમામ મહાનગરપાલીકા વિસ્તારોમાં પણ મહાનગરપાલીકા વરસાદી પાણીનો મહતમ પ્રમાણમાં સંગ્રહ થાય અને મહતમ પ્રમાણમાં વરસાદી પાણી જમીનમાં ઉતરતું રહે તેવા પ્રયાસો કરવામાં આવે.