ફિલ્મ નિર્માતાઓને માલદીવનો બોયકોટ કરવા અપીલ

  • January 12, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલ્મ ઈન્ડસ્ટ્રી યુનિયન ફેડરેશન આકરા પાણીએ


ભારત-માલદીવના વધી રહેલા વિવાદમાં હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી યુનિયન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ એ માલદીવમાં તરત જ ફિલ્મોનું શૂટિંગ બંધ કરવાની અપીલ કરી છે. 

ભારત અને માલદીવ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ફિલ્મ ઈન્ડસ્ટ્રી યુનિયન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝએ મોટો નિર્ણય લીધો છે. યુનિયને તેના સભ્યો અને ફિલ્મ નિર્માતાઓને માલદીવમાં તરત જ ફિલ્મોનું શૂટિંગ બંધ કરવાની અપીલ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર માલદીવના પ્રધાનો દ્વારા કરવામાં આવેલી તાજેતરની ટિપ્પણીઓની સખત નિંદા કરતા, ફેડરેશન એ ફિલ્મ નિર્માતાઓને ભારતમાં એવા સમાન સ્થાનો પસંદ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. 


બૉલીવુડ સેલેબ્સ અને ફિલ્મ મેકર્સના પસંદિતા લોકેશનમાંથી એક એવા માલદીવમાં શું હવે ફિલ્મોની શૂટિંગ નહીં થાય? વિવાદ શરૂ થયો ત્યારથી દરેક લોકોના મનમાં આ સવાલ હતો અને હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી યુનિયન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝએ એક પ્રેસ રીલીઝ કરીને તેનો જવાબ આપી દીધો છે. જેમાં ફિલ્મ મેકર્સને માલદીવ જઈને શૂટિંગ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે અને સાથે જ એક સલાહ પણ આપવામાં આવી છે. 


ફિલ્મ ઈન્ડસ્ટ્રી યુનિયન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝએ દ્વારા બૉયકોટ માલદીવના આ નિર્ણયથી દરેક લોકો ચોંકી ગયા છે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી યુનિયન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,


'માલદીવના ત્રણ મંત્રીઓ દ્વારા અપમાનજનક નિવેદનને લઈને ભારત અને માલદીવ વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં કામ કરતા લોકો માટેની સંસ્થાએ  દેશના વડાપ્રધાન મોદી વિશે માલદીવના મંત્રીઓની આવી ટિપ્પણીની નિંદા કરે છે. આ સાથે જ સંસ્થાએ માલદીવ અને તેના શૂટિંગ સ્થળોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તેના બદલે મેકર્સ ભારતમાં જ આવા સ્થળોએ શૂટિંગ કરવા જાય અને ભારતના પ્રવાસન વિકાસમાં યોગદાન આપવા અપીલ કરે છે.'






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application