અનુષ્કાનો ફ્લોરલ કો-ઓર્ડ સેટ ભારે ચર્ચામાં

  • November 18, 2023 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક્ટ્રેસ અનુષ્કા શર્મા પોતાની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તે સેમિફાઈનલ મેચ જોવા માટે ફ્લોરલ કો-ઓર્ડ સેટ પહેરીને આવી હતી. તે પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને સદી બાદ ફ્લાઈંગ કિસ કરતી જોવા મળી હતી 

બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનુષ્કા ટ્રેન્ડી કો-ઓર્ડ સેટ પહેરેલી જોવા મળી હતી આ એક્ટ્રેસનો આ આઉટફિટ ઘણો મોંઘો છે. 

અનુષ્કા શર્માનો આ વાયરલ વીડિયો વાનખેડે સ્ટેડિયમનો છે. જ્યાં તે ભારત અને ન્યૂઝીલેન્ડ મેચ રમાઈ હતી અને આ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં પોતાની 50મી સદી ફટકારી હતી. પતિની સદી બાદ અનુષ્કા શર્મા ખુલ્લેઆમ ડાન્સ કરતી જોવા મળી હતી

વીડિયોમાં અનુષ્કા શર્મા ફ્લોરલ યલો કલરના કો-ઓર્ડ સેટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસે ખુલ્લા વાળ અને સેટલ મેકઅપ સાથે તેના સ્ટાઈલિશ લુકને કમ્પલીટ કર્યો છે. જો આ કો-ઓર્ડ સેટની કિંમત વિશે વાત કરીએ તો તે 27,500 રૂપિયા છે.

અનુષ્કા શર્મા પણ હાલમાં પોતાની બીજી પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે પોતાના બેબી બમ્પને દુપટ્ટાથી છુપાવતી જોવા મળી હતી. આ વીડિયો ટીમ ઈન્ડિયાની દિવાળી પાર્ટીનો હતો. જેમાં તે તેના પતિ વિરાટ સાથે જોવા મળી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસની ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ' ટૂંક સમયમાં મોટા પડદા પર આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application