આખાબોલા ફિલ્મ નિર્માતાએ કહ્યું અગાઉ ખુબ સમય વેડફી દીધો, જે લોકો નકામાં હતા
અનુરાગ કશ્યપ એવા ફિલ્મ સેલિબ્રિટીઓમાંથી એક છે જે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ઘણી વખત તે જે બોલે છે તેનાથી તેના માટે મોટી સમસ્યાઓ સર્જાય છે અને સોશિયલ મીડિયા પર ટીકાઓ પણ આવવા લાગે છે.ભારતીય ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપે કહ્યું કે, તે લોકોને સલાહ આપવામાં સમય બગાડવાથી થાકી ગયા છે તેમણે કહ્યું કે, હવે લોકો પાસેથી પૈસા લેવાનો નિર્ણય લીધો છે.
અનુરાગ કશ્યપ એવા ફિલ્મ સેલિબ્રિટીઓમાંથી એક છે જે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે હાલમાં સોશિયલ મીડિયા પોસ્ટ પર તેના ચાહકો અને ફોલોવર્સને હેરાન કર્યા છે. નિર્દેશકે જાહેરાત કરી કે, હવેથી તે એ દરેક વ્યક્તિ પાસેથી પૈસા લેશે જેમણે તેને પરેશાન કર્યા છે. એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં અનુરાગ કશ્યપે લખ્યું કે, તેમણે નવા લોકોની મદદ કરવાના પ્રયત્નમાં ખુબ સમય વેડફયો છે.
1 લાખ રુપિયાનો ચાર્જ લઈશ
અનુરાગે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે તેમને મળનાર લોકો પાસેથી ફી લેવા માટે એક પોસ્ટ શેર કરી છે. તેમણે નોટમાં લખ્યું કે, મે નવા લોકોની મદદ કરવામાં મેં મારો ઘણો સમય બગાડ્યો, જેમાંથી મોટા ભાગનો સમય નકામો સાબિત થયો. તેથી હવેથી હું લોકોને મળવામાં મારો સમય બગાડવાનો નથી કે જેઓ ખુદને હોશિયાર સમજે છે. એટલા માટે મે મારા ભાવ નક્કી કર્યા છે. જો કોઈ મને 10-15 મિનિટ મળવા માંગે છે તો હું તેની પાસેથી 1 લાખ રુપિયાનો ચાર્જ લઈશ.
લોકો સાથે મીટિંગ કરીને થાકી ગયો
અનુરાગ કશ્યપે આગળ લખ્યું અડધા કલાક માટે 2 લાખ રુપિયા લઈશ અને જો કોઈ મને 1 કલાક મળવા માંગે છે તો હું 5 લાખ રુપિયાનો ચાર્જ લઈશ. આ મારો ચાર્જ છે. હું લોકો સાથે મીટિંગ કરીને થાકી ગયો છે. અનુરાગની આ પોસ્ટ પર તેની પુત્રી આલિયા કશ્યપે કહ્યું હું મારા ડીએમ અને મેલ પર તમારા આ મેસેજને ફોરવર્ડ કરું છું જે મને હંમેશા સ્ક્રિપ્ટ મોકલે છે.
ચાહકો ઉડાવી રહ્યા છે મજાક
અનુરાગ કશ્યપની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. યુઝર્સ તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી લખ્યું સર તમારા ઘરે ઘંટી વગાડવાનો હતો. બીજાએ કહ્યું હું તો કોલ જ કરવાનો હતો.અન્યએ લખ્યું હોળી પહેલા ભાંગ ન પીવી જોઈએ. અનુરાગની આવનારી ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ કેનેડી છે. જેમાં સની લિયોની અને રાહુલ ભટ્ટે કામ કર્યું છે. આ ફિલ્મની હજુ ભારતમાં રિલીઝ ડેટ મળી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના રણજીતસાગર રોડ પર કુખ્યાત શખ્સના ભાઈ ધર્મેશ રાણપરીયાની પેસકદમી, તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું
December 21, 2024 06:41 PMસંધ્યા થિયેટર અકસ્માત પર અલ્લુ અર્જુને કહ્યું હતું- હવે ફિલ્મ હિટ થશે, અકબરુદ્દીન ઓવૈસીનો દાવો
December 21, 2024 05:48 PMચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધશે, દારૂ કૌભાંડ કેસ દાખલ થશે, LGએ EDને આપી મંજૂરી
December 21, 2024 05:31 PMરજાઓથી ભરપુર ૨૦૨૫, આવી રહ્યાં છે લોંગ વીકએન્ડ
December 21, 2024 05:12 PMરાજ્યની તમામ ૧૧૨ SDPO-ACPની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરાશે
December 21, 2024 05:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech