પોરબંદરમાં બોલેરો વાહનના વેચાણની છેતરપીંડીના ગુન્હામાં આરોપીના આગોતરા જામીન મંજુર થયા છે.
પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં તા. ૨૬.૭.૨૦૨૪ ના રોજ ફરીયાદી રવિ અશોકભાઈ સોલંકી દ્વારા એવા મતલબની ફરીયાદ નોંધાવેલ હતી કે પોતાની જી. જે. ૨૫ યુ. ૪૧૦૭ ની મહિન્દ્ર કંપનિની બોલેરો પીક અપ વાહનની ખરીદી કરેલી હતી. અને ત્યારબાદ ફરીયાદી બિમાર થઇ જતા તેના પિતાએ રાણાવાવના ફીરોઝ આમદભાઈ ઠેબાને આ પોતાનુ વાહન વાપરવા આપેલુ હોય, અને તેઓએ કિશન બાબુભાઈ કોટીયાને વેચાણ કરી નાંખેલુ હોય અને તેની સાથે છેતરપીડી થયેલી હોવાની ફરીયાદ નોંધાવેલી હતી. અને તે સંબંધે પોરબંદરની એડીશનલ ડિસ્ટ્રીકટ કોર્ટમાં ફીરોઝ મામદભાઇ ઠેબા તથા કિશન બાબુભાઇ કોટીયા દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે આગોતરા જામીન અરજી કરેલી હતી.અને તેના સમર્થનમાં એડવોકેટે દલીલ કરતા જણાવેલ કે, પીકઅપ વાન ૨૦૧૯ માં ખરીદ કરેલ છે.અને હાલની ફરીયાદ ૨૦૨૪ માં થયેલ છે. અને તે રીતે ૫ વર્ષ વર્ષ પછી સાવ ખોટી ફરીયાદ કરેલી હોય અને ખરેખર આ પીક અપ વાનનું વેચાણ ફરીયાદીના પિતા અશોકભાઈ સોલંકીએ જ કર્યું હતુ અને તેના લખાણમાં પણ તેઓએ સહિ કરેલી હોય અને ફરીયાદીની ફરીયાદ મુજબ જ ફરીયાદી પોતે બિમાર થઈ ગયેલા હોય અને લોન ઉપર આ પીક અપ વાન લીધેલુ હોય અને તેના હપ્તા ચડતા હોય અને તેથી તેના પિતા દ્વારા જ વેચાણ કરેલુ હોય પરંતુ હવે ૫ વર્ષ પછી સાવ ખોટી ફરીયાદ કરેલી હોય અને ૫ વર્ષ સુધી આ પીક અપ વાનના હપ્તા પણ ભરાયેલા હોય અને છેતરપીડી કરનાર કોઈ હપ્તા ભરે નહી. અને તે રીતે છેતરપીડીનો કોઇ ઇરાદો જ ન હોય પરંતુ લખાણમાં ફરીયાદીની સહિ ન હોય અને તેનો ગેરલાભ લઈ પૈસા પડાવવાની ખોટી ફરીયાદ કરેલી હોય તેવુ પ્રથમ દર્શનીય જણાતુ હોય તેવી વિગતવાર દલીલો કરતા એડી. ડીસ્ટ્રીકટ જજ શર્મા દ્વારા એડવોકેટની દલીલ તથા પોલીસ પેપર્સ ધ્યાને રાખી બન્ને આરોપીઓના આગોતરા જામીન મંજુર કરેલ છે.આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ દિપકભાઇ લાખાણી, ભરતભાઈ લાખાણી, હેમાંગભાઈ લાખાણી, અનિલ સુરાણી, નૌધણભાઈ જાડેજા, જયેશભાઈ બારોટ રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech