અમુક શખ્સોએ પુલની ટોચ ઉપર પહોંચી વિડીયો બનાવ્યો
ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ થયેલ સુદર્શન સેતુનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે લોકાપર્ણ પછી પુલની ટોચ ઉપર પહોંચી અમુક યુવાનોએ વિડીયો બનાવી સોશ્યલ મિડીયામાં વાયરલ કરતા સુરક્ષા સંબંધિત સવાલો ઉભા થયા છે. આ લોકો કેવી રીતે અને કોની મંજૂરીથી ઉપર પહોંચ્યા? શું જનતાને પણ પુલની ટોચ ઉપર જવાની છૂટ આપવામાં આવશે? વિડીયોમાં નજરે પડતા લોકો ફક્ત મોજ મજા ખાતર ઉપર પહોંચ્યા હોય એવું દેખાઇ આવે છે ત્યારે આ વિડીયોએ શું તંત્રની પોલ ખોલી નાંખી છે?
કારણકે લોકાર્પણ પહેલા પણ બે વખણ બ્રીજનાં ખાનગી ઉપયોગનાં વિડીયો વાયરલ થયા હતા ત્યારે વધુ એક વિડીયોએ તંત્રને ફરી એક વખત સવાલોનાં ઘેરામાં લાવી દિધું છે.
સોશ્યલ મિડીયામાં વાયરલ થયા પછી આ વિડીયો ઇલેક્ટ્રોનિક મિડીયામાં પણ ચમકતા સત્તાધીશો સુધી પણ ચોક્ક્સ પહોંચ્યો હશે ત્યારે હવે આ પ્રકરણમાં કોઈ કાર્યવાહી થાય છે કે કેમ? એ જોવાનું રહ્યું. આ પૂર્વે બ્રીજનાં ખાનગી ઉપયોગનાં વાયરલ વિડીયો પછી કોઇ કાર્યવાહી થઇ ન હતી પરંતુ આ પ્રકરણમાં તો મોટા અકસ્માતની સંભાવના જોતા પગલા લેવાવા જ જોઇએ. ટોચ પર પહોચેલા લોકોએ એન્જીનીંયરો માફક કોઇ સુરક્ષાત્મક સાધનોનો ઉપયોગ કર્યો ન હતો જે જોખમી સાબિત થઇ શકે.
સુદર્શન સેતુનાં વાયરલ થતા વિડીયોઝ પછી તંત્રની નિષ્ક્રિયતાને બેદરકારી સાબિત કરી રહ્યા છે ત્યારે હવે આ પ્રકરણમાં તંત્ર જાગશે?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ અવકાશમાંથી દેખાતો મહાકુંભનો મનમોહી લે એવો નજરો, જોવો તસ્વીરો
January 22, 2025 04:18 PMસિવિલના ડાયાલિસિસ સેન્ટરમાં વર્ષમાં ૨૦ હજારને સારવાર
January 22, 2025 03:42 PMકેકેવી બ્રિજ નીચે ગેમઝોન બને તો જોયા જેવી–કોંગ્રેસ ગેમ ઝોન પ્રોજેકટ સાકાર થઇને રહેશે–જયમીન ઠાકર
January 22, 2025 03:41 PMરૂડાએ હોડિગ બોર્ડ ફીના દર ઘટાડયા એડ એજન્સીઓને લાભકર્તા નિર્ણય
January 22, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech