સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા સુનીતા વિલિયમ્સની તબિયત બાબતે ચર્ચાઓ ઉઠા બાદ એક નવો ખતરો સામે આવ્યો છે. નાસા પણ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ને લઈને ટેન્શનમાં આવી ગયું છે. છેલ્લા પાંચ વર્ષથી આઈએસએસમાં થોડાં–થોડાં લીકેજ હતા. જો કે, હવે એવું જાણવા મળ્યું છે કે આઈએસએસમાં ઓછામાં ઓછા ૫૦ જગ્યાએ લીકેજની સમસ્યા સર્જાઈ છે. આ સિવાય આઈએસએસમાં તિરાડો પણ દેખાઈ રહી છે. નાસાનો એક તપાસ રિપોર્ટ લીક થઈ ગયો હતો જેમાં ખુલાસો થયો કેઆઈએસએસ મોટા ખતરામાં છે. આ ઉપરાંત સુનિતા વિલિયમ્સ સહિત અહીં રહેતા અવકાશયાત્રીઓના જીવ પણ જોખમમાં મૂકાયા છે.
રશિયાએ પૃથ્વીની આસપાસ ફરતી લેબમાં માઇક્રો વાઇબ્રેશનનો પણ દાવો કર્યેા છે. નાસાનું કહેવું છે કે સ્પેસ સ્ટેશનમાંથી મોટી માત્રામાં હવા નીકળી રહી છે, જે ખતરાની ઘંટડી છે. જો કે લોકોના જીવ બચાવવા અને ઉકેલ શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આઈએસએસમાં છેલ્લા પાંચ વર્ષથી લીકેજની સમસ્યા છે.પ્રથમ લીક સ્પેસ સ્ટેશનમાં હાજર યવેઝદા મોડુલમાંથી શ થયું હતું, જે ડોકિંગ પોર્ટ તરફ દોરી જતી ટનલ છે. આ ભાગનું નિયંત્રણ રશિયાના હાથમાં છે. જોકે, નાસા અને રશિયન એજન્સી રોસકોમોસ વચ્ચે આ સમસ્યાનું સાચું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સહમતિ નથી બની શકી. જાણીતા મીડિયા અનુસાર, નાસાના અવકાશયાત્રી બોબ કબાનાએ કહ્યું કે સ્પેસ એજન્સીએ આ લીકેજ અંગે ચિંતા વ્યકત કરી છે.
કબાનાએ જણાવ્યું હતું કે લીકેજને રોકવા માટે ઓપરેશન ચલાવવાથી થોડા સમય માટે રાહત મળી શકે છે પરંતુ તે કાયમી ઉકેલ નથી. અમેરિકા કહે છે કે આ સુરક્ષિત નથી. લીકેજ પ્રથમ વખત ૨૦૧૯ માં શોધી કાઢવામાં આવ્યું હતું. આ પછી, એપ્રિલ ૨૦૨૪ થી, દરરોજ ૧.૭ કિલોના દરે હવા લીક થવા લાગી. સામાન્ય રીતે સાતથી દસ અવકાશયાત્રીઓ આઈએસએસમાં રહે છે. રશિયન એન્જિનિયરોએ માઇક્રો વાઇબ્રેશન વિશે વાત કરી છે. નાસાએ આ ખતરાને ટાળવા માટે કેટલાક પગલાં લીધાં છે. આ સિવાય અહીં હાજર અવકાશયાત્રીઓને પણ વધારાની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech