દરેડ, ચેલા, જામનગર તાલુકા, શંકરટેકરી, દિ.પ્લોટ, પવનચક્કી, નિલકંઠનગર અને શહેર વિસ્તારમાં ૧૪૧ વિજ કનેકશનો ચેક કરાયા: જેમાં રર માં વિજચોરી પકડાઇ
જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા છેલ્લા કેટલાક દિવસ થી હાલાર પંથકમાં પાવર ચોરી ઝડપી લેવા માટે ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. ગઇકાલે ચેકીંગ દરમ્યાન રુા. ૧૭.૪૫ લાખની પાવર ચોરી ઝડપી લેવામાં આવી છે.
પીજીવીસીએલના કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ અંતર્ગત ગઇકાલેે જામનગર શહેર ના શંકર ટેકરી, પવનચક્કી, દિગ્વિજય પ્લોટ, નીલકંઠ નગર તેમજ તાલુકાના દરેડ અને ચેલા ગામમાં વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
૧૭ ટીમ દ્વારા કરાયેલી કામગીરી દરમિયાન કુલ ૧૪૧ વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા એમાંથી ૨૨ વીજ જોડાણમાં ગેરરીતિ જણાતા આવા આસામીઓને રુા. ૧૭.૪૫ લાખના વીજ બિલો આપવામાં આવ્યા હતા.
પીજીવીસીએલ દ્વારા કરાયેલી ચેકીંગની કામગીરીમાં ૧૭ ટીમો જોડાઇ હતી, જેમાં રર કનેકશનોમાં લંગરીયા, ડાયરેકટ જોડાણ, મીટર ચેડા સહિતના કનેકશનો જણાતા તમામને દંડ ફટકારવામાં આવ્યો હતો, ચેકીંગ સમયે એસઆરપીના ૧૧ જવાનો હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુનિવર્સિટી ઓફ લંડનની સાથે કામ કરશે એઈમ્સ અને આઈઆઈટી દિલ્હ
November 23, 2024 11:01 AMદ્વારકા જિલ્લામાં તા. 14 ડિસેમ્બરના રોજ લોક અદાલત
November 23, 2024 11:00 AMટ્રમ્પની જીત ઈલોન મસ્કને ફળી નેટવર્થમાં ૭૦ બિલિયનનો જમ્
November 23, 2024 11:00 AMપાદરી નહિં પણ એઆઈથી હવે ૧૦૦ ભાષાઓમાં સાંભળી શકશે જીસસ
November 23, 2024 10:59 AMઓખામાં બેંકમાં કામ અર્થે ગયેલા વૃદ્ધનું મૂર્છિત અવસ્થામાં મૃત્યુ
November 23, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech